ઘણા એવા ચાઈલ્ડ પ્લાન છે, જેણે લાંબા ગાળે 10-16 ટકા કે તેનાથી વધુ વળતર આપ્યુ છે


નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ આજના સમયમાં ઘણું જ સરળ છે. દરેક વય જૂથ, પગાર અને રિસ્ક કેટેગરી માટે આજે માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે. ઘણા એવા ફંડ્સ છે, જે બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ ફંડ્સમાં માતા-પિતા કે કાનૂની વાલી તેમના બાળકના નામ પર મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં રોકાણ કરતા હોય છે. આમાં એકીકૃત રકમ અને SIP બંને પ્રકારે રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો બાળકના જન્મ પછી જ આ મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરવામાં આવે તો, 20-22 ની ઉંમર થતા થતા તો તમારા બાળકના નામે મોટું ફંડ તૈયાર થઈ જાય છે. જો તેના શિક્ષણ, લગ્ન, બિઝનેસ જેવી જરૂરિયાતો માટે કામમાં આવી શકે છે. માર્કેટમાં આવા ઘણા પ્રકારના ફંડ્સ છે. જેના લોન્ચિંગ પછી વાર્ષિક સરેરાશ વળતર 12 ટકા રહ્યુ છે.

SIP Calculator: 22 વર્ષની ઉંમરમાં કરોડપતિ

SIP કેલક્યુલેટરની મદદથી તે અંદાજ લગાવી શકાય છે કે બાળક માટે શરૂ કરવામાં આવેલા રોકાણથી લાંબા સમયમાં કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. માની લો, 1 વર્ષની ઉંમરથી જ તમારા બાળકના નામે 10 હજાર માસિક એસઆઈપી ચાઈલ્ડ ફંડ્સમાં શરૂ કરો છો. હવે જ્યારે તમારા બાળકની ઉંમર 22 વર્ષ થવા સુધી લગભગ 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ થઈ જશે. આમાં કુલ 22 વર્ષ સુધી તમારી એસઆઈપી ચાલશે. સાથે જ સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર લેવામાં આવ્યુ. ઘણા એવા ચાઈલ્ડ પ્લાન છે, જેને લાંબા ગાળે 10-16 ટકા કે તેનાથી વધુ વળતર આપ્યુ છે.આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી

Child Mutual Funds: આ યોજનાએ બનાવ્યા કરોડપતિ!

ICICI Prudential Child Care Fund

1 જાન્યુઆરી 2013ના રોજ લોન્ટ થયો હતો, ત્યારબાદથી ફંડનું વાર્ષિક સરેરાશ વળતર 13 ટકા રહ્યુ છે. આ યોજનામાં લઘુત્તમ 5,000 રૂપિયા સુધી એકીકૃત રોકાણ કરી શકાય છે. ન્યૂનતમ SIP ₹500 છે. 31 ઓક્ટોબર 2022 સુધી ફંડના એસેટ્સ 889 કરોડ રૂપિયા હતા. જ્યારે 30 સપ્ટેમ્બર 2022 સુધી એક્સપેન્શ રેશિયો 1.70 ટકા રહ્યો છે.

આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

HDFC Children’s Gift Fund

HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ 2 માર્ચ 2001ના રોજ લોન્ચ થયુ હતુ. ત્યારબાદથી જ તેણે 16.14 ટકાના હિસાબથી વાર્ષિક વળતર આપ્યુ છે. આ યોજનામાં લઘુત્તમ 100 રૂપિયાથી એકીકૃત રોકાણ કરી શકાય છે. ન્યૂનતમ SIP ₹500 છે. 31 ઓક્ટોબર 2022 સુધી આ ફંડના એસેટ્સ 5,968 કરોડ રૂપિયા હતા, જ્યારે 30 સપ્ટેમ્બર 2022 સુધી એક્સપેન્શ રેશિયો 1.96 ટકા રહ્યો છે.

Tata Young Citizens Fund

ટાટા યંગ સિટિજન્સ ફંડ 14 ઓક્ટોબર 1995ના રોજ લોન્ચ થયુ હતુ. ત્યારબાદથી જ તેણે 12.73 ટકાના હિસાબથી વાર્ષિક વળતર આપ્યુ છે. આ યોજનામાં લઘુત્તમ 500 રૂપિયાથી એકીકૃત રોકાણ કરી શકાય છે. ન્યૂનતમ SIP ₹500 છે. 31 ઓક્ટોબર 2022 સુધી આ ફંડના એસેટ્સ 5,968 કરોડ રૂપિયા હતા, જ્યારે 30 સપ્ટેમ્બર 2022 સુધી એક્સપેન્શ રેશિયો 1.96 ટકા રહ્યો છે.

આ પણ વાંચો: Kayens Technology ના શેરનું 33% ના ઉછાળા સાથે ધમાકેદાર લિસ્ટિંગ, હવે આગળ રાખી મૂકવા કે વેચી દેવા?

UTI Children’s Career Fund

UTI ચિલ્ડ્રન કરિયર ફંડ 17 ફેબ્રુઆરી 2004ના રોજ લોન્ચ થયુ હતુ. ત્યારબાદથી જ તેણે 10.06 ટકાના હિસાબથી વાર્ષિક વળતર આપ્યુ છે. આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાથી એકીકૃત રોકાણ કરી શકાય છે. ન્યૂનતમ SIP ₹500 છે. 31 ઓક્ટોબર 2022 સુધી આ ફંડના એસેટ્સ 703 કરોડ રૂપિયા હતા, જ્યારે 30 સપ્ટેમ્બર 2022 સુધી એક્સપેન્શ રેશિયો 2.68 ટકા રહ્યો છે.

Axis Children’s Gift Fund

એક્સિસ ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ 8 ડિસેમ્બર 2015ના રોજ લોન્ચ થયુ હતુ. ત્યારબાદથી જ તેણે 10.41 ટકાના હિસાબથી વાર્ષિક વળતર આપ્યુ છે. આ યોજનામાં લઘુત્તમ 5,000 રૂપિયાથી એકીકૃત રોકાણ કરી શકાય છે. ન્યૂનતમ SIP ₹1000 છે. 31 ઓક્ટોબર 2022 સુધી આ ફંડના એસેટ્સ 716 કરોડ રૂપિયા હતા, જ્યારે 30 સપ્ટેમ્બર 2022 સુધી એક્સપેન્શ રેશિયો 2.45 ટકા રહ્યો છે.

આ પણ વાંચોઃ બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો

શું કહે છે એક્સપર્ટ

BPN Fincap ના ડાયરેક્ટ AK કોર્પોરેશનનું કહેવુ છે, બાળકોના સારા ભવિષ્ય અને આવનારા સમયમાં ઊંચા શિક્ષણ માટેના ખર્ચા માટે જેટલુ બને તેમ જલ્દી ફાઈનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ. તે એટલા માટે જરૂરી છે, કારણ કે આજના સમયમાં ઊંચ્ચ અભ્યાસ માટે જે ખર્ચ છે, તે આગામી 20 વર્ષમાં લગભગ 3 ગણો કે તેનાથી વધારે થઈ શકે છે.

રોકાણ શરૂ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જોઈએ

તેમનું કહેવુ છે કે, મ્યુચ્યુઅલ ફંડ SIP એક એવી રીતે છે, જેના દ્વારા લાંબાગાળામાં તમે તમારા લક્ષ્ય અને જોખમના આધાર પર ફંડ પસંદ કરીને મોટું કોપર્સ બનાવી શકો છે. ઘણા એવા ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં 10 વર્ષમાં સરેરાશ 12 ટકા કે તેનાથી વધારે વળતર મળી રહ્યુ છે, જો કે, એક વાતનું ધ્યાન રાખો, મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની મોટી ગેરન્ટી હોય છે. બાળકો માટે રોકાણ શરૂ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો, ફાઈનાન્શિયલ પ્લાનરની મદદ લો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Mutual fund, SIP investment



Source link

Leave a Comment