ચંદીગઢ યુનિવર્સિટી બાદ હવે IIT બોમ્બે હૉસ્ટેલમાં MMS કાંડ


નવી મુંબઇ, તા. 20 સપ્ટેમ્બર 2022, મંગળવાર

ચંદીગઢ યુનિવર્સિટીમાં અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો હજુ ઉકેલાયો પણ નથી ત્યારે મુંબઈની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી બોમ્બે)માં આવી જ એક ઘટનાએ હલચલ મચાવી દીધી છે. અહીં એક કેન્ટીન કર્મચારી પર હોસ્ટેલના વિદ્યાર્થીનીએ વોશરૂમની બારીમાંથી વાંધાજનક વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાથી ડરેલી વિદ્યાર્થીનીએ હોસ્ટેલ સત્તાવાળાઓને જાણ કરી હતી જે પછી રવિવારે IIT બોમ્બેની વિદ્યાર્થીનીએ પવઇ પોલીસને ફરિયાદ કરી કે, હોસ્ટેલ 10 (H10)ના વોશરૂમમાં નહાતી વખતે એક 22 વર્ષના કેન્ટીન કર્મચારીએ પાઈપ પર ચડીને વોશરુમમાં પહોંચ્યો અને ત્યાં નહાતી છોકરીનો વીડિયો મોબાઈલથી શૂટ કરવા લાગ્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે કેસ નોંધીને આરોપી કર્મચારીની ધરપકડ કરી છે.

  • ચંદિગઢ યુનિ. બાદ બોમ્બે IITની શરમજનક ઘટના
  • કેન્ટીન કર્મચારીએ હોસ્ટેલમાં નાહતી છોકરીનો વીડિયો રેકોર્ડ કર્યો
  • પોલીસે આરોપીની કરી ધરપકડ
  • પ્રાથમિક તપાસમાં કોઈ રેકોર્ડિંગ નહિ
  • વિદ્યાર્થીઓએ કેમ્પસમાં શૌચાલયની ડિઝાઇનમાં ફેરફારની માંગણી કરી

પોલીસે કહ્યું કે, તેઓ વિદ્યાર્થીનીઓના આરોપોની તપાસ કરી રહ્યા છે કે આરોપીઓએ તેમનો વીડિયો બનાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, રવિવારે કેન્ટીન બંધ હતી, પરંતુ તે દરમિયાન કામદારો હોસ્ટેલના પરિસરમાં હતા. આરોપી કેન્ટીન કર્મચારીને બારીની જાળીમાંથી વોશરૂમમાં ડોકિયું કરતા જોયા બાદ એક વિદ્યાર્થીનીએ અવાજ કર્યો.

IIT બોમ્બેના પ્રવક્તાએ જણાવ્યું કે, કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે સંસ્થાને જાણ નથી કે આરોપી પાસેથી જપ્ત કરાયેલા ફોનમાં કોઈ ફૂટેજ છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં કોઈ રેકોર્ડિંગ નથી. હાલમાં આરોપી વિરુદ્ધ FIR નોંધીને ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં વધુ પૂછપરછ ચાલૂ છે.

વોશરૂમની ડિઝાઈનમાં ફેરફારની માંગ

સંસ્થાએ કેન્ટીન બંધ કરી હોવા છતાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સુરક્ષાના પગલાં વધારવા અને ખાસ કરીને શૌચાલયની ડિઝાઇનમાં ફેરફારની માંગણી કરી છે. કેન્ટીન ત્યારે જ ખુલશે જ્યારે અહીં સ્ટાફમાં માત્ર મહિલાઓ જ રાખવામાં આવશે.

IIT બોમ્બેના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ જેથી અમે સુરક્ષા વધારવા માટે અન્ય કયા પગલાં લઈ શકીએ.

આ પણ વાંચો: MMS કાંડ: આરોપી વિદ્યાર્થીનીના મોબાઈલમાંથી 12 વીડિયો રિકવર, ચેટથી થયા અનેક ખુલાસા



Source link

Leave a Comment