નવી દિલ્હીઃ મિનરલ વોટરની બોટલ ખરીદવા જતાં લોકો સામાન્ય રીતે બિસલેરી આપો તેવું કહેતા હોય છે. જે દર્શાવે છે કે આ બજારમાં બિસલેરીનું નામ કેટલું મોટું છે. જોકે હવે એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે ટાટા ગ્રુપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ બિસલેરીને ખરીદી શકે છે. આ માટે 6000-7000 કરોડમાં સોદો નક્કી થઈ શકે છે. આ કંપનીને ખરીદવાની રેસમાં રિલાયન્સ રિટેલ, નેસ્લે અએ Danone પણ હતી.
1) Hindi CNBCTV18 ના અહેવાલ અનુસાર આ સોદાને લઈને ટાટા કન્ઝ્યુમર અને બિસલેરી વચ્ચે 2 વર્ષથી વાતચીત ચાલી રહી છે. આ ડીલને ળઈને બિસલેરીના પ્રમોટર સમેશ ચૌહાણની મુલાકાત ટાટા ગ્રુપના ટોપ મેનેજમેન્ટ સાથે થઈ ચૂકી છે.
2) આ ડીલને ળઈને બજાર ખૂબ જ ઉત્સાહબિત છે કેમ કે બિસલેરી નફો રળનારી કંપની છે. સમાચારો અનુસાર ડીલ થવા છતાં હાલનું જ મેનેજમેન્ટ આગામી 2 વર્ષ સુધી બિસલેરીની કમાન સંભાળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર