ટૂંક સમયમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષાની ડેટશીટ થશે જાહેર


નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમ શિક્ષણ બોર્ડ (CBSE) પ્રેક્ટિકલ પરીક્ષા, પ્રોજેક્ટ અને ઈંટર્નલ આસિસ્ટમેંટ એક જાન્યુઆરીથી શરુ થવાની છે. તો વળી સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાની બોર્ડની પરીક્ષાની ડેટશીટની રાહ જોઈ રહ્યા છે. એક બાજૂ તમામ સ્ટેટ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમટેબલ જાહેર કરી દીધા છે. તો વળી સીબીએસઈ બોર્ડ 2023નું શીડ્યૂલ (Board exam 2023 schedule) જાહેર નથી કર્યું.

મીડિયામાં આવેલા સમાચારો અનુસાર, ટૂંક સમયમાં જ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરશે. ટાઈમટેબલ આ અઠવાડીયે જાહેર થવાની સંભાવના છે. જો કે બોર્ડ તરફથી તેને લઈને કોઈ ઘોષણા કરવામાં આવી નથી. સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરુ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: CBSE 12th Result 2022: CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

સીબીએસઈએ પોતાની સ્કૂલોને જાહેર કરેલા સર્કુલરમાં કહ્યું છે કે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં આયોજીત થશે અને માર્ચમાં પુરી થશે. ત્યારે આવા સમયે સ્કૂલોના નિર્માણ અથવા કોઈ અન્ય ગતિવિધિથી બચવું જોઈએ, જેમાં 15 ફેબ્રુઆરીથી 15 મે, 2023ની વચ્ચે થર્ડ પાર્ટી હસ્તક્ષેપ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત બોર્ડે સ્કૂલોને નિર્દેશ આપ્યા છે. કે, તે સમય દરમિયાન કોઈની રજા મંજૂરી કરવામાં ન આવે, અપવાદ સ્વરુપે કોઈ મેડિકલ કારણ હોય તો અલગ વાત છે.

CBSE Date Sheet 2022-23: આવી રીતે ડાઉનલોડ કરો

  • વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની ડેટશીટ 2023 ડાઉનલોડ કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in મુલાકાત લે.
  • હોમપેજ પર મુખ્ય વેબસાઈટ વિકલ્પ પર ક્લિક કરે
  • લેટેસ્ટ @ સીબીએસઈ સેક્શનમાં સીબીએસઈ ક્લાસ 10 ડેટશીટ 2023 અથવા સીબીએસઈ ક્લાસ 12 ડેટશીટ 2023 પર ક્લિક કરે.
  • સીબીએસઈ ડેટશીટ 2023 સ્ક્રીન પર દેખાશે

Published by:Pravin Makwana

First published:

Tags: CBSE



Source link

Leave a Comment