ટ્રેનનું એન્જીન ચોરવા માટે સુરંગ બનાવી પાર્ટ્સ ઉપાડી ગયા


મુઝફ્ફરપુર: બિહારમાં તમે પુલ, રેલ એન્જીન ચોરી થવાની ઘટનાઓ અગાઉ પણ સાંભળી હશે, વાંચી હશે, જોઈ હશે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે, તેને જોઈને આપ હચમચી જશો. અહીં ચોરી કરવા માટે બરૌનીથી મુઝફ્ફરપુર સુધી સુરંગ બનાવી નાખી. આ કાંડ વિશે જાણીને બારગી પોલીસ પણ ચોકી ગઈ હતી. આ ક્રમમાં પોલીસે ગુરુવારે કહ્યું કે, લુટારાઓએ બિહારમાં ડીઝલ અને જૂની ટ્રેનના એન્જીનો ઉપાડવા અને સ્ટીલના પુલને પણ ચોરી જાય છે. જેને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગત અઠવાડીયે તો બરૌનીના ગરહારા યાર્ડમાં રિપેર માટે આવેલી ટ્રેનનું આખુ ડીઝલ એન્જીન એક ટોળકી ચોરી કરીને લઈ ગઈ હતી. આ ટોળકી એન્જીનના પાર્ટ્સ ઉઠાવીને લઈ ગઈ હતી.

સ્ટેશન સુધી સુરંગ બનાવી રેલ એન્જીન ઉપાડી ગયા

તેના વિશે પહેલી વાર જાણકારી ત્યારે સામે આવી જ્યારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી. તેમા પુછપરછમાં મળેલી જાણકારી બાદ પોલીસે મુઝફ્ફરપુરની પ્રભાત કોલોનીમાં આવેલા એક ભંગારના ડેલામાંથી એન્જીના પાર્ટ્સના 13 કોથળા જપ્ત કર્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, વધારે હેરાન કરનારી વાત એવી છે કે, અમે યાર્ડ પાસે એક સુરંગ હોવાનું જાણવા મળ્યું, જેના માધ્યમથી ચોર આવતા હતા અને એન્જીનના પાર્ટ્સ ચોરીને લઈ જતાં હતા.

Published by:Pravin Makwana

First published:



Source link

Leave a Comment