- સુરતમાં
૬ વ્યકિતના આપધાત
- રાંદેરમાં લોનના હપ્તા નહી ભરાતા આધેડ,બિમારીમાં અડાજણ તથા
સલાબતપુરા અને ઉધના મળી ત્રણ વ્યકિતએ આત્મહત્યા કરી
સુરત :
ડીંડોલીમાં
પ્રેમ પ્રકરણમાં મેડીકલ કોલેજના વિધાર્થી, રાંદેરમાં લોનના હપ્તા નહી ભરાતા આધેડ,બિમારીના લીધે અડાજણના વૃધ્ધા અને સલાબતપુરાના વૃધ્ધ તથા ઉધનાના યુવાન
સાથે ચોકબજારના યુવાને આત્મહત્યા કરી હતી.
સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં રહેતો ૨૩ વર્ષીય ધીરજકુમાર પ્રસાદ થોડા દિવસ
પહેલા વતન બિહારના નવાદથી સુરત ખાતે રહેતા પિતા પાસે આવ્યો હતો. બાદમાં ધીરજકુમારે
સોમવારે રાતે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. પોલીસે
કહ્યુ કે ધીરજ બિહારની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જોકે તેની કોલેજની યુવતી સાથે
તેની આંખ મળી ગઇ હતી. આ અંગે બંનેના પરિવારને જાણ થઇ હતી. જેથી યુવતીના પરિવારે તેની
સાથે લગ્ન કરવાની ના પાડતા હતા. આવા સંજોગોમાં તે ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલુ ભર્યુ
હોવાની સકયતા છે. પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. તેનો ભાઇ પેટ્રોલ પંપ પર નોકરી
કરે છે. તેના પિતા જરીકામ કરે છે.
બીજા
બનાવમાં રાંદેર રોડ પર રૃષભ ટાવર પાસે કલ્પના સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષીય
જયેશકુમાર હરીલાલ મોદીએ સોમવારે બપોરથી સાંજ દરમિયાન ઘરમાં પંખાના હુક સાથે વાયર
બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત ક્યો હતો. પોલીસે જણાવ્યું કે જયેશકુમારે લોન લીધી હતી.
જોકે તેમનાથી લોનના હપ્તા ભરાતા ન હોવાથી માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ
હતુ. તે ખેતી કામ કરતા હતા.
ત્રીજા
બનાવમાં પાલનપુર જકાતનાકા પાસે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષીય મંગલાબેન
અમૃતલાલ વાધેલા છેલ્લા ૧૨ વર્ષથી માનસિક બિમારી પીડાતા હતા. જેથી સોમવારે રાતે
તેમના પતિ ધરમાં મીઠી નિદ્રા માણી રહ્યા હતા. ત્યારે મંગલાબેન ઘરમાં કોઇને કહ્યા
વગર ચાલતા ચાલતા જુના ઘર ખાતે એટલે અગાઉ જયાં રહેતા જે અડાજણના એલ.પી સવાણી રોડ
જલારામ મંદિર પાસે વરદાય રેસીડન્સીમાં ગયા હતા. ત્યાં છઠ્ઠા માળેથી તેમણે નીચે
ઝંપલાવતા ગંભીર ઇજા થતા સારવાર માટે ૧૦૮માં નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં ડોકટરે
તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પતિ સિલાઇ કામ કરે છે.
ચોથા
બનાવમાં ભાઠેનામાં રઝાનગરમાં રહેતા ૬૨ વર્ષીય હબીબ અહેમદ શેખ સોમવારે સવારે ઘરમાં
એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે હબીબને
છેલ્લા એક વર્ષથી પેરાલીસીસ બિમારી પીડાતા હતા. આ સાથે થોડા દિવસ પહેલા તેમને
મોઢાના કેન્સર હોવાની જાણ થતા તે ડિપ્રેશનમાં આવી જતા આ પગલુ ભર્યુ હોવાની સકયતા
છે. તે કપડના વેચાણ માટે ફરી મારતા હતા.
પાંચમાં
બનાવમાં ઉધનામાં આશાનગરમાં રહેતા ૪૦ વર્ષીય સંતોષ મનહર દંડાડે સોમવારે બપોરે મજુરી
કામેથી ઘરે આવ્યા હતા. બાદમાં તેણે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો
ખાઇ આપધાત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે સંતોષ મુળ મહારાષ્ટ્રના નાસિકનો વતની
હતો. તેને ટી.બીની બિમારી પીડાતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ.
છઠ્ઠા બનાવમાં
કતારગામમાં પ્રભુનગરમાં રહેતો ૨૮ વર્ષીય નિતીન દિલીપ જોગડીયા સોમવારે સાંજે ઘરમાં કોઇ
કારણસર ટેન્શનમાં ઘરમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેનેે
દારૃ પીવાની ટેવ હતી.જોકે તે છુટક કામ કરતો હતો.