ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે


માઉન્ટ આબુ: રાજ્યમાં હાલ ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. હવામાન નિષ્ણાતે રાજ્યમાં ઠંડી અંગે જણાવ્યું હતુ કે, 30 નવેમ્બર સુધી ગુલાબી ઠંડી રહેશે પરંતુ ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડી પડશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે હજી શિયાળાની કાતિલ ઠંડી નથી અનુભવાઈ રહી છે. પરંતુ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. મળતી વિગતો પ્રમાણે વાતાવરણમાં ઠંડક સાથે આબુમાં લધુત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટી ગયુ છે. આ સાથે સાથે મહત્તમ તાપમાન 24 પૉઇન્ટ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ

હવે ઠંડીથી બચવા માટે તાપણા કરવાની પણ શરુઆત થઈ ગઈ છે. લોકો કાતીલ ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરતા હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, ગયા શિયાળાની સિઝનમાં માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. આ વખતે રાજ્યમાં ઠંડી સાથે સાથે ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી લોકોને બે ઋુતુનો સામનો કરવાનો છે.આ પણ વાંચો: ગાંધીનગરે ઠંડીમાં નલિયાને પણ મારી ટક્કર, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

પ્રવાસીઓનો આબુ તરફ ધસારો વધ્યો

આગાહી પ્રમાણે શિયાળાની તિવ્રતા બાદ આગામી દિવસમાં તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવનાઓ છે. જો કે, બીજી તરફ ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો પણ વધી રહ્યો છે. શિયાળાની ઋુતુમાં લોકો પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, શિયાળામાં પ્રવાસ કરવો ખુબ સારો હોય છે. આપને જણાવીએ કે, ગાંધીનગરમાં બુધવારે 12.7 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. અમદાવાદમાં 15 ડિગ્રી જ્યારે નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બુધવારે સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં હતી.

આ પણ વાંચો: લવ જેહાદનું ભૂત ધુણ્યું! વિધર્મી યુવકનો ચોંકાવનારો ખુલાસો

શિયાળાની શરૂઆત થતા લોકો ઠુંઠવાયા

હવામાનનાં આંકડાની વાત કરીએ તો, ગાંધીનગર 12.7 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ઠંડુગાર હતુ. અમદાવાદમાં 15.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. શહેરમાં આગામી 3 દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે.

Published by:Vimal Prajapati

First published:

Tags: Mount Abu, Mount abu weather, Weather news



Source link

Leave a Comment