દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બે નવા ખેલાડીઓને ટીમમાં મળ્યુ સ્થાન


નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડકપ અગાઉ આ શ્રેણી અનેક રીતે મહત્વની છે. દક્ષિણ આફ્રિકા સામે હાલ ટી-20 શ્રેણી ચાલી રહી છે. હવે ભારત વન-ડે શ્રેણી રમશે.

ધવન કેપ્ટન, શ્રેયસ ઐયરને નવી જવાબદારી

શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વાઇસ કેપ્ટનશિપની જવાબદારી શ્રેયસ અય્યરના ખભા પર રહેશે. ટીમમાં બે વિકેટ કીપર ઈશાન કિશન અને સંજુ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રજત પાટીદાર અને મુકેશને મળ્યો ચાન્સ

દીપક ચહર, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજ વન-ડે શ્રેણી માટે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે. ODI સીરીઝ બાદ ત્રણેય ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની ટીમ સાથે જોડાશે. સંજુ સેમસનની પણ વનડે શ્રેણીમાં વાપસી થઈ છે. તો મુકેશ કુમાર અને રજત પાટીદાર પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

કેવી હશે ટિમ?

શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીપર બેટ્સમેન), સંજુ સેમસન (વિકેટકીપર બેટ્સમેન), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.

Published by:Mayur Solanki

First published:

Tags: Cricket News in Guajarati, Indian Cricket, Team india





Source link

Leave a Comment