દિલ્હીની જામા મસ્જિદમાં એકલી મહિલાને એન્ટ્રી પર પ્રતિબંધ


નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં છોકરીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધી છે. મસ્જિદ પ્રબંધને ત્રણેય એન્ટ્રી ગેટ પર એક નોટિસ બોર્ડ લગાવી દીધું છે, જેમાં લખ્યું છે કે, જામા મસ્જિદમાં છોકરીઓને એકલા પ્રવેશ કરવાની મનાઈ છે. મતલબ કે છોકરી સાથે જો કોઈ પુરુષ અભિભાવક નથી તો, તેને મસ્જિદમાં પ્રવેશ મળશે નહીં.તેને લઈને વિવાદ વધતો દેખાઈ રહ્યો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે જામા મસ્જિદ મેનેજમેન્ટના આ નિર્ણયની ટીકા કરતા મુખ્ય ઈમામને નોટિસ જાહેર કરવાની વાત કહી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવા માટેના આ નિર્ણય તદ્દન ખોટો છે. જેટલો હક પુરુષને એક ઈબાદતનો છે, તેટલો જ મહિલાને પણ છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ જાહેર કરી રહી છું. આ રીતે મહિલાની એન્ટ્રી રોકવી તે કોઈના અધિકારમાં આવતું નથી.

આ પણ વાંચો: સનસનીખેજ: દિલ્હીમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા, ઘરના જ દીકરાએ ચાકૂ વડે ઓરડો લોહીલુહાણ કરી નાખ્યો

જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ સ્પષ્ટ કર્યું છે કે, નમાઝ અદા કરનારી મહિલાઓને રોકી શકાય નહીં. તેમણે કહ્યું કે, આવી ફરિયાદો આવી રહી હતી કે છોકરીઓ પોતાના પ્રેમીઓ સાથે મસ્જિદમાં આવે છે. જો કોઈ મહિલા જામા મસ્જિદમાં આવવા માગે છે, તો તેને તેના પરિવાર અથવા પતિ સાથે આવવાનું રહેશે. જો નમાજ પઢવા માટે આવે છે, તો તેને કોઈ રોકશે નહીં. જામા મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહ ખાને કહ્યું કે, મહિલાઓને પ્રવેશ પ્રતિબંધિત નથી. જ્યારે છોકરીઓ પરિવારથી એકલી આવે છે, તો અયોગ્ય વર્તન કરે છે. વીડિયો શૂટ કરે છે. તેને રોકવા માટે આ નિર્ણયો લેવાયા છે. પરિવાર અને પરણેલા કપલ પર કોઈ પ્રતિબંધ નથી. ધાર્મિક સ્થળને કારણવગરનો મુદ્દો ન બનાવવો જોઈએ. એટલા માટે પ્રતિબંધ છે. મોટા ભાગના મુસ્લિમ ધર્મગુરુઓના અનુસાર, ઈબાદતને લઈને ઈસ્લામમાં મહિલા પુરુષમાં કોઈ ફરક નથી. મહિલાઓને પણ એજ રીતે ઈબાદત કરવાનો હક છે, જેવી રીતે પુરુષોને છે. મક્કા, મદીના અને યરુશલમની અલ અક્સા મસ્જિદમાં પણ મહિલાઓની એન્ટ્રી બેન નથી. જો કે, ભારતની કેટલીય મસ્જિદોમાં મહિલાઓની એન્ટ્રી બેન છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Mosque





Source link

Leave a Comment