પતિના મોત બાદ વિધવા ડાંસ કરવા લાગી, વીડિયો વાયરલ થતાં શરમથી પાણી પાણી થઈ ગઈ


viral video: પતિ-પત્નીનો સંબંધ જીવનભર ચાલનારો હોય છે. તેમાંથી જો કોઈ એકનો સાથ છુટી જાય તો, તેનું દુ:ખ કાયમ માટે રહી જતું હોય છે. પણ ફ્લોરિડામાં રહેતી એક મહિલા પોતાના પતિના મોતની વાત જણાવતા ડાંસ કરી રહી છે. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. જો કે, લોકો ગુસ્સે થતાં ટિકટોક પરથી તેણે આ વીડિયો હટાવી દીધો હતો. પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડુ થઈ ગયું હતું. કોઈએ તેનો વીડિયો ટ્વિટર પર નાખી દીધો અને તે વાયુવેગે ઈન્ટરનેટ પર ફેલાઈ ગયો. જો કે, આ મહિલાએ હવે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તો આવો જાણીએ શું છે આ આખો મામલો.

39 વર્ષની જેસિકા એયર્સ (Jessica Ayers) બે બાળકોની માતા છે. બીજૂ બાળક જ્યારે ત્રણ દિવસનું હતું ત્યારે તેના પતિની હત્યા થઈ ગઈ હતી. વર્ષ 2014માં તેના પતિને એક ગોળી વિંધીને નિકળી ગઈ હતી. જો કે તે ખુશ છે કે, તેના પતિના હત્યારાને સજા મળી ગઈ. તે પોતાની લાઈફમાં આગળ વધી રહી છે. હાલમાં જ તેણે પોતાના પતિની મોતની કહાણી બતાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પસંદ કર્યું હતું. તેણે ડાંસ કરતા વીડિયો બનાવ્યો અને ટેક્સ દ્વારા કહાની બતાવી હતી, જે બાદ તે ટ્રોલ થવા લાગી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Latest viral video





Source link

Leave a Comment