આચાર્ય ચાણક્યની નીતિ ભલે કઠોર કેમ ન હોય પરંતુ તેમાં જીવનની હકકીત છુપાયેલી હોય છે. ચાણક્ય નીતિઓ ઘણી પ્રચલિત છે. જે આપણને જીવન વિશે ઘણુ ખરું શીખવે છે. આમાથી જ એક છે મહિલા અને પુરુષોના સંબંધો વિશે. આચાર્ય ચાણક્ય અનુસાર બંને મહિલાઓ અને પુરુષો પોતાના માટે સારો જીવનસાથી શોધવાનો પ્રયાસ કરે છે. મહિલાઓ પુરુષોમાં કેટલાંક ખાસ ગુણો હોવા પર ફિદા થઇ જાય છે.
આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય
આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં કેટલાંક એવા ગુણ જણાવ્યા છે જેના હોવા પર મહિલાઓ પુરુષ પ્રત્યે આકર્ષિત થવા લાગે છે. મહિલાઓ આવા પુરુષોને ખૂબ પસંદ કરે છે અને તેને પોતાના જીવનમાં સામેલ કરવા માગે છે.
આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં આદર્શ પુરુષના ગુણ અને આદતો વિશે જણાવવામાં આવ્યું છે. જે પુરુષ પ્રામાણિક, સારો વ્યવહાર અને સારો શ્રોતા હોય તો તે દરેક જગ્યાએ સન્માન મેળવે છે અને આવા પુરુષોને સ્ત્રીઓ પણ ખૂબ પસંદ કરે છે.
Table of Contents
પ્રામાણિક ચરિત્રના હોય પુરુષ
આચાર્ય ચાણક્ય અનુસાર જે પુરુષ પોતાની પત્ની અને પ્રેમિકા પ્રત્યે પ્રામાણિક હોય છે અને પારકી સ્ત્રી પર ખરાબ નજર નથી નાંખતો, તેની તરફ મહિલાઓ ખૂબ જ આકર્ષિત થાય છે. મહિલાઓ આવા પુરુષ સાથે પોતના સંબંધો સારા રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે.
શાંત સ્વભાવના હોય
ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવના હોય, આવા પુરુષો પર મહિલાઓ જલ્દી પોતાનું દિલ હારી બેસે છે. શાંત અને સરળ વ્યક્તિઓ પ્રત્યે મહિલાઓ ખૂબ જ આકર્ષિત થાય છે. ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિ શાંત સ્વભાવનો હોય છે અને જેની બોલી સૌમ્ય હોય છે એવા પુરુષો પર મહિલાઓ ફિદા થઇ જાય છે.
ધની વ્યક્તિત્વ ધરાવતા પુરુષો
આચાર્ય ચાણક્ય કહે છે કે મહિલાઓ સુંદરતા કરતા વધુ વ્યક્તિત્વને મહત્વ આપે છે. મહિલાઓ જીવનસાથી પસંદ કરતી વખતે તેની સુંદરતા જોઇને નહીં. પરંતુ મન જોઇને આકર્ષિત થાય છે. પ્રામાણિક અને મહેનતી લોકોને જોઇને મહિલાઓ પોતાની દિલ હારી જાય છે.
આ પણ વાંચો : આ 5 રાશિના જાતકો ન પહેરવો જોઈએ હીરો, થઇ શકે છે નુકસાન
સારો શ્રોતા હોય
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની વાતો સાંભળનાર કોઇ હોય અને તેને મહત્વ આપવામાં આવે. તેવામાં દરેક મહિલાઓની એવી ઇચ્છા હોય છે કે તેનો જીવનસાથી સારો શ્રોતા હોય. તે તેની દરેક નાની-મોટી વાતો સાંભળે અને તેને સમજીને મહત્વ પણ આપે. મહિલાઓ પોતાના સાથી સાથે પોતાનુ દુખ વહેંચીને શાંતિ મેળવે છે.
એવા પુરુષો જે કઠોર વચન બોલે છે અને પોતાની મનમાની કરે છે તેમને મહિલાઓ પસંદ નથી કરતી. પુરુષોના આ ગુણ તેમને મહિલાઓ વચ્ચે લોકપ્રિય બનાવી દે છે. સાથે જ તેઓ સમાજમાં પણ માન-સન્માનને પાત્ર બને છે. આ ગુણ એક આદર્શ પુરુષની ઓળખ સમાન છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Acharya Chanakya, Chanakya, Chanakya Niti, Chanakya Niti quotes