પ્રેમમાં પાગલે PHD કરતી યુવતીને જીવતી સળગાવી, પોતે પણ સળગવા લાગ્યો અને પછી…


મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં એક દિલધડક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની બેફિકરાઈ અને માનસિક વિકૃતિની સાથે સાથે એક યુવતીની જિંદગી પણ જોખમમાં મૂકી દીધી છે. ઔરંગાબાદની ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પીએચડી કરતી યુવતીના શરીર પર પેટ્રોલ રેડીને આગ લગાવી અને પોતાની જાતને પણ સળગાવી દીધી. હાલ આ ઘટનામાં બંને ખરાબ રીતે દાઝી ગયા છે અને બંનેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

છોકરો બંને પીએચડી સ્ટુડન્ટ

આ ચોંકાવનારી ઘટના ઔરંગાબાદ શહેરની ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના બાયોલોજી વિભાગમાં બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરી અને આરોપી છોકરો બંને પીએચડી સ્ટુડન્ટ છે અને જ્યારે છોકરી હનુમાન ટેકરી વિસ્તારની ફોરેન્સિક સાયન્સ કોલેજની લેબમાં પોતાનો પ્રોજેક્ટ કરી રહી હતી, ત્યારે છોકરો લેબમાં આવ્યો અને છોકરી પર પેટ્રોલ રેડ્યું અને તેણી પર આગ ચાંપી દીધી અને પોતાને પણ આગ લગાવી દીધી.

આ પણ વાંચો: દીકરી પાસે સુસાઈડ નોટ લખાવી, ફંદો લગાવી આત્મહત્યાનું નાટક કરવા કહ્યું, બાદમાં સ્ટૂલને લાત મારી દીધી

આ પછી બંને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા. આ જોઈ ઉતાવળમાં લોકો દોડી આવ્યા હતા અને કોઈક રીતે બંનેને આગમાંથી બચાવ્યા હતા. હાલ બંને ઘાટીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે માહિતી મળી છે કે આ બંને રિસર્ચ સ્ટુડન્ટ છે. છોકરી 30થી 40 ટકા દાઝી ગઈ છે, જ્યારે છોકરો 80-90 ટકા દાઝી ગયો છે. આરોપી છોકરાનું નામ ગજાનન ખુશાલરાવ મુંડે છે.

હાલ આ ઘટનાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રેમ પ્રકરણના કારણે આ ઘટના બની હોવાની આશંકા છે. આ પ્રેમમાં પાગલપનનો મામલો છે કે કેમ તે અંગે પોલીસે રહસ્ય ઉકેલવાનું શરૂ કર્યું છે. પોલીસ બંને ઘાયલોના નિવેદન નોંધશે અને ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે આ ભયાનક ઘટના શા માટે અને કયા કારણોસર બની હતી. આ ઘટના બાદ કોલેજ કેમ્પસથી લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ આ અંગે કોલેજ કેમ્પસ અને લેબ માં તે ઘટના વખતે ઉપસ્થિત વિદ્યાર્થીઓનું પણ નિવેદન લેશે. આ ઘટના અંગે હકીકત બંને છોકરા છોકરીનું નિવેદન લીધા પછી બહાર આવશે. ઔરંગાબાદની પોલીસ આ અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઔરંગાબાદમાં આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

Published by:Samrat Bauddh

First published:

Tags: Burn, Crime news, Maharashtra News



Source link

Leave a Comment