બજેટમાં ખાતર મંત્રાલયને લઈને સબસિડીની જાહેરાત થઈ શકે છે.


નવી દિલ્હીઃ ખાતર મંત્રાલયે નાણાકીય મંત્રાલયને સબસિડીની ભલામણ કરી છે. બજેટમાં ખાતર મંત્રાલયને લઈને સબસિડીની જાહેરાત થઈ શકે છે. સીએનબીસી આવાઝના સૂત્રો પ્રમાણે 2.25 લાખ કરોડ ખાતર સબસિડીની ભલામણ કરવામાં આવી શકે છે. ગત એક વર્ષમાં આયાત યૂરિયાની કિંમતોમાં 135 ટકાનો વધારે નોંધવામાં આવ્યો છે. જ્યારે DAPની કિંમતોમાં 65 ટકાનો વધારો થયો છે.

ખાતર કંપનીઓના ખર્ચમાં વધારો

આ ઉપરાંત ગેસની કિંમતોમાં વધારાને કારણે ખાતર કંપનીઓના ખર્ચમાં વધારો થયો છે. એટલા માટે સરકાર કંપનીઓને રાહત આપવા માટે સબસિડીની જાહેરાત કરી શકે છે. સબસિડી વધારવા માટે ખાતર મંત્રાલયે પરામર્શ કર્યો છે. તેમની માંગ છે કે, આગામી કાર્યકારી વર્ષ માટે અમારે સબસિડની વધારે રકમની જરૂર હશે.આ પણ વાંચોઃ મજૂરોને દૈનિક વેતન આપવામાં ગુજરાત સૌથી પાછળ, કેરળ નંબર-1

નાણા મંત્રાલયે શરૂ કર્યો બેઠકનો રાઉન્ડ

બજેટ પહેલા નાણા મંત્રાલયે યૂનિયન બજેટ સાથે જોડાયેલા શેરધારકો સાથે વાતચીત કરી છે. તેનો ઉદ્દેશ બજેટ બનાવવા પહેલા સલાહ લેવાનો છે. તેના હેઠળ ખાતર મંત્રાલયે 2.25 લાખ કરોડ રૂપિયાની સબસિડીની માંગ કરી છે. આ સબસિડીની માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમતોના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ટાટાની બનશે બિસલેરીઃ 7000 કરોડ રુપિયામાં ખરીદશે, ડીલની 5 મોટી વાત

ખાતરની સપ્લાયમાં મુશ્કેલી

દેશમાં રવિ પાકની વાવણીનું કામ ચાલી રહ્યુ છે. જ્યારે, ગત કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં ખાતરની અછતના સમાચાર આવી રહ્યા છે. જો કે, કેન્દ્રીય રસાયણ અન ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખાતરની કોઈ અછત નથી. હાલમાં ઘણી રાજ્ય સરકારોએ ગત કેટલાક દિવસોમાં કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જાણકારી અનુસાર, ભારતીય કંપનીઓ વિદેશમાંથી ખાતર બનાવવા માટે કાચો માલ ખરીદે છે. રશિયા અને યૂક્રેનના વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાતરની સપ્લાયમાં મુશ્કેલીઓ આવી રહી છે. સાથે જ, ગેસની કિંમતો વધવાને કારણે કંપનીઓના ખર્ચમાં પણ વધારો થયો છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Budget Session, Business news, Fertilizer



Source link

Leave a Comment