બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન


Budh Gochar In December 2022: ગ્રહોનો રાજકુમાર અને બુદ્ધિનો પ્રદાતા બુધ ડિસેમ્બરમાં બે વાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ સમયે બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. 3 ડિસેમ્બર, 2022 ના રોજ, તે વૃશ્ચિક રાશિ છોડીને ધનુરાશિમાં પ્રવેશ કરશે. 25 દિવસ સુધી ધનુરાશિમાં રહ્યા પછી, તે 28 ડિસેમ્બર 2022 ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે.

આવી સ્થિતિમાં, જ્યોતિષીઓનું માનવું છે કે ડિસેમ્બર 2022 માં, બુધના બે વાર રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર અલગ-અલગ અસર પડશે. કેટલીક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, કેટલાક લોકો માટે શુભ રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કઈ રાશિ માટે બુધનું આ રાશિ પરિવર્તન ખાસ રહેશે.

આ પણ વાંચો : Budh Gochar 2022: બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, આ રાશિના જાતકોને થશે ફાયદો

મેષ રાશિ :

મેષ રાશિના લોકો માટે બુધનું ગોચર શુભ સાબિત થવાનું છે. જો તમે શિક્ષક, સલાહકાર અથવા કોઈપણ તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો આ સમય દરમિયાન તમારા માટે કેટલીક નવી અને સારી તકો આવી શકે છે. આ મહિને ધાર્મિક કાર્યો તરફ પણ તમારો ઝુકાવ વધશે. તેમજ ક્યાંક તીર્થયાત્રા પર જવાનો પ્લાન પણ બની શકે છે.

વૃષભ રાશિ :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધનું ગોચર વૃષભ રાશિના લોકો માટે સારું સાબિત થવાનું છે. આ દરમિયાન તમે જે પણ મહેનત કરશો, તમને સકારાત્મક પરિણામ મળશે. જો કે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો : આ 5 રાશિના જાતકો ન પહેરવો જોઈએ હીરો, થઇ શકે છે નુકસાન

સિંહ રાશિ :

બુધ ગોચરની શુભ અસરથી સિંહ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થઈ શકે છે. સિંહ રાશિના જે લોકો સારા જીવનસાથીની શોધમાં હતા, તેમની શોધ પૂરી થઈ શકે છે. આ ગોચર વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે. તમે જે પરીક્ષામાં પ્રવેશ લેવા માંગતા હતા તેમાં તમને સફળતા મળી શકે છે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે બુધનું ગોચર અદ્ભુત રહેશે. પરિવારમાં તમારા સંબંધો મજબૂત રહેશે અને તમે આ મહિને પરિવાર સાથે રજાઓ પર પણ જઈ શકો છો. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના પણ પૂરી થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે.

Published by:Bansari Gohel

First published:

Tags: Astrolgoy, Budh Gochar, Budh gochar 2022, Budh rashi parivartan



Source link

Leave a Comment