બે દિવસમાં 40 ટકા ઉછળ્યો આ શેર રોકાણકારો થયા માલામાલ


મંગળવારના ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર Easy Trip Plannersના શેર (Easy Trip Planners Stock) લગભગ 20 ટકાની તેજીની સાથે 68.25 રૂપિયા પર બંધ થયા હતા. ઇઝી ટ્રિપ પ્લાનરના શેર આજે દિવસભરના બિઝનેસમાં 66.85 રૂપિયાના ઓલ ટાઇમ હાઇ (Easy Trip Plannners Stocks all time high)ને સ્પર્શી ગયા હતા. છેલ્લા 2 દિવસથી આ શેર સતત 20 ટકા સુધી વધી રહ્યો છે. એટલે કે બે બિઝનેસ દિવસમાં જ શેર 40 ટકા સુધી વધ્યો છે. હકીકતમાં કંપનીએ ઇલિજીબલ શેરહોલ્ડર્સને સોમવારે 3:1ના રેશિયોમાં બોનસ શેર (Bonus Stocks) જાહેર કર્યા છે. સાથે જ 1:1ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’

ગત વર્ષે આવ્યો હતો IPO

ટૂર એન્ડ ટ્રાવેલ સાથે જોડાયેલ કંપની ઇઝી ટ્રીપ પ્લાનર્સે ગત વર્ષે માર્ચ મહિનામાં આઇપીઓ લોન્ચ કર્યો હતો. તેની પ્રાઇસ બેન્ડ 186-187 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી હતી. કંપનીના શેર 25 મે, 2022ના ઓલ ટાઇમ હાઇ 59.56 રૂપિયા પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ હવે આ શેર નવા હાઇ (સ્ટોક સ્પ્લિટિંગ અને બોનસ બાદ) 68.55 રૂપિયા પર પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, ઇઝી ટ્રીપ પ્લાનર્સે પોતાના રોકાણકારોને વાર્ષિક બે વખત બોનસ આપ્યું છે. આ પહેલા ફેબ્રુઆરીમાં કંપનીએ 1 પર 1 બોનસ શેર આપ્યા હતા.

આ પણ વાંચોઃ બિગ બોય ટોયઝ કાર બ્રાન્ડનું ગુજરાતમાં આગમન, અમદાવાદમાં રૂ. 25 કરોડનું રોકાણ કર્યું

કંપનીના બિઝનેસ વિશે જાણો આટલું

કંપની ટ્રાવેલ, એરલાઇન્સ ટિકિટ, રેલ્વે ટિકિટ, બસ ટિકિટ, વીઝા પ્રોસેસિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. માર્કેટ વેલ્યૂની દ્રષ્ટિએ જોઇએ તો આ કંપનીની સ્પર્ધા મેક માય ટ્રિપ જેવી દિગ્ગજ ટ્રાવેલ કંપની સાથે છે. માર્ચ 2020માં કંપની તરફથી જાહેર કરવામાં આવેલ રીપોર્ટ અનુસાર તે દેશના તમામ મોટા શહેરમાં શાખાઓ ધરાવે છે. CISIL અનુસાર કંપની હંમેશા નફા રહે છે.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

બ્રોકરેજે આપી ખરીદવાની સલાહ

ICICI Directએ આ ઉછાળા બાદ ઇઝી ટ્રીપ પ્લાનર્સની ટાર્ગેટ પ્રાઇઝ બદલીને 63 રૂપિયા કરી દીધી છે અને સ્ટોક પર બાય ટેગ લગાવી દીધું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ઓનલાઇન ટ્રાવેલ માર્કેટ નાણાંકીય વર્ષ 23થી 27ની વચ્ચે 12-13 ટકા સીએજીઆર દરથી વધી શકે છે. આ માર્કેટમાં આ સમયગાળા દરમિયાન ઓનલાઇન એર ટિકટિંગ માર્કેટ 15 ટકા સીએજીએર દરથી વધી શકે છે. કંપની નાણાંકીય વર્ષ 23-24 દરમિયાન 14.3 ટકા સીએજીઆર દરથી ગ્રોથ કરી શકે છે. બ્રોકરેજના જણાવ્યું અનુસાર, લો કોસ્ટ મોડલના કારણે કંપનીને સ્પર્ધકોની સરખામણીએ માર્કેટ શેર વધારવામાં મદદ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Earn money, Hot stocks, Share market, Stock market Tips



Source link

Leave a Comment