ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોમાંથી કેટલાકને ટિકિટ આપી તો કેટલાકને પડતા મૂક્યાં!


અમદાવાદઃ ચૂંટણીને આડે હવે માત્ર આઠ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગત વિધાનસભા ચૂંટણી 2017માં યોજાઈ હતી અને ત્યારબાદ કુલ 17 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ત્યારે તેમાંથી ઘણાં ધારાસભ્યોને ભાજપે આ ચૂંટણીમાં પણ ટિકિટ આપીને રિપિટ કર્યા છે. ત્યારે ઘણાં ધારાસભ્યો અને મંત્રીને પણ પડતા મૂકવામાં આવ્યા છે.

આઠ સીટ પર ભાજપે ઉમેદવાર રિપિટ કર્યા

આ વિધાનસભા ચૂંટણીમાં આઠ સીટ પર ઉમેદવાર રિપિટ કર્યા છે. તેમાં કપરાડાથી જિતુ ચૌધરી, કરજણથી અક્ષય પટેલ, ધારીથી જે.વી. કાકડિયા, માણાવદરથી જવાહર ચાવડા, વિસાવદરથી હર્ષદ રિબડિયા, જસદણથી કુંવરજી બાવળિયા, ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલ અને અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજાને રિપિટ કર્યા છે.

આ પણ વાંચોઃ …ત્યારે ગુજરાતના યુવાનોએ સરકાર પાડીને રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું

Gujarat Assembly ELection 2022 BJP GUJARAT

ભાજપે આ ઉમેદવારોની ટિપિટ કાપી અન્ય ઉમેદવારને ટિકિટ આપી.

સાત સીટ પર ભાજપની ‘નો રિપિટ’ થિયરી

તો ભાજપે ડાંગ, મોરબી, ધ્રાંગધ્રા, રાધનપુર, જામનગર ગ્રામ્ય, લીંબડી અને ગઢડા સીટ પર ‘નો રિપિટ’ થિયરી વાપરી છે. તેમાં ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતની જગ્યાએ વિજય પટેલને, મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાની જગ્યાએ કાંતિ અમૃતિયાને, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયાની જગ્યાએ પ્રકાશ વરમોરાને, રાધનપુરના અલ્પેશ ઠાકોરની જગ્યાએ લવિંગજી ઠાકોરને, જામનગર ગ્રામ્ય સીટ પરથી વલ્લભ ધારવિયાની જગ્યાએ રાઘવજી પટેલને, લીંબડીના સોમા ગાંડા પટેલની જગ્યાએ કિરીટસિંહ રાણા અને ગઢડા સીટના પ્રવિણ મારુની જગ્યાએ શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડગામ બેઠકની ચોપાટમાં મેવાણીને હરાવવા ભાજપે આવો દાવ રમ્યો!

ખાલી સીટ પર ભાજપના ઉમેદવાર

અન્ય બે સીટની વાત કરવામાં આવે તો, ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થતા સીટ ખાલી થઈ હતી. ત્યાં આ વખતે ભાજપે જીત મેળવવા પૂર્વ IPS પી.સી. બરંડાને મેદાને ઉતાર્યા છે. જ્યારે ઉંઝાની સીટ પરથી ભાજપના ધારાસભ્ય રહેલા ડો. આશા પટેલના નિધન બાદ આ ચૂંટણીમાં ભાજપને કિરીટ પટેલને ટિકિટ આપીને સમીકરણો ગોઠવ્યા છે.

અપક્ષની સીટ પર ભાજપનો દાવ

અપક્ષની વાત કરવામાં આવે તો, ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતેલા મોરવા હડફની સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જ્યાં ભાજપના ઉમેદવાર નિમિષા સુથારની પેટાચૂંટણીમાં જીત થઈ હતી. ત્યારે ભાજપે આ વખતની ચૂંટણીમાં પણ નિમિષા સુથારને મોરવા હડફની સીટ પરથી રિપિટ કર્યા છે.

(ગ્રાફિક્સઃ વિજય ઉકાણી)

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: BJP candidates, BJP Congress, Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022



Source link

Leave a Comment