‘ભારત એક અબજ ડોલરની ટીમ છે, પરંતુ…’ PCBના મુખ્ય પસંદગીકારે ‘મેન ઇન બ્લુ’ની ઉડાવી મજાક


કરાચી: પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ 2022 માટે (T20 World Cup Pakistan ) રાષ્ટ્રીય ટીમની પસંદગી પર સવાલ ઉઠાવનારા ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. છેલ્લા દસ મહિનામાં ભારત સામે કેટલાક મહત્વપૂર્ણ સંઘર્ષોમાં પાકિસ્તાને કેવી રીતે સારું પ્રદર્શન કર્યું તેનું ઉદાહરણ તેમણે આપ્યું.

પાકિસ્તાને ગુરુવાર 15 સપ્ટેમ્બરના રોજ તેમની 15-સદસ્યની ટીમની જાહેરાત કરી હતી. જોકે, મિડલ ઓર્ડરની સમસ્યાઓનું નિરાકરણ ન કરવા બદલ તેની ભારે ટીકા થઈ હતી. પાકિસ્તાન ટીમમાં મીડલ ઓર્ડરની સમસ્યા એશિયા કપ 2022ની ફાઈનલ સહિત ત્રણ વખત જોવા મળી છે. તે ઉપરાંત 130 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાન સામેની સુપર 4 મુકાબલામાં પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

પ્રેસ સાથે વાત કરતા વસીમે કહ્યું, ‘ભારત એક અબજ ડોલરની ટીમ છે, પરંતુ અમે ગયા વર્ષે અને આ વર્ષે એશિયા કપમાં બતાવ્યું હતું કે આ (પાકિસ્તાની) ટીમ જીતવા માટે સક્ષમ છે અને મને ખાતરી છે કે તેઓ વિશ્વ કપમાં પોતાના પ્રશંસકોને ખુશ કરશે. તેણે આગળ કહ્યું, ‘મને લાગે છે કે તમારે તે સકારાત્મક બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે જે અમે છેલ્લા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને એશિયા કપની ફાઇનલ રમી છે. તેથી ખરાબ પ્રદર્શનના આધારે ટીમને સંપૂર્ણપણે બહાર કરી દેવી યોગ્ય ગણાશે નહીં.

આ પણ વાંચો : ઉમેશ યાદવ નહીં પરંતુ આ ખેલાડી હતો ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો ખરો હકદાર, પસંગીદારોએ તોડ્યુ દિલ

શાન મસૂદ T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમમાં છે

પાકિસ્તાને ગુરુવારે આગામી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી 15 સભ્યોની ટીમમાં શાન મસૂદનો સમાવેશ કર્યો છે, જ્યારે અનુભવી ટોપ-ઓર્ડર બેટ્સમેન ફખર ઝમાન ઘૂંટણની ઈજાને કારણે મુખ્ય ટીમની બહાર રહેશે. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પણ ફિટનેસ પાછી મેળવીને ટીમમાં વાપસી કરી છે. ઇંગ્લેન્ડમાં ‘વાઇટાલિટી બ્લાસ્ટ ટૂર્નામેન્ટ’માં ડર્બીશાયરની કેપ્ટનશીપ કરતી વખતે મસૂદે લાલ અને સફેદ બોલના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝમાન ઘૂંટણની ઈજાને કારણે મુખ્ય ટીમમાં નથી, પરંતુ તેને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), આસિફ અલી, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ અને ઉસ્માન કાદિર.

રિઝર્વ ખેલાડીઓઃ ફખર જમાન, મોહમ્મદ હરિસ અને શાહનવાઝ દહાની.

Published by:mujahid tunvar

First published:

Tags: T20 world cup



Source link

Leave a Comment