Table of Contents
અભિયાનમા નાનું પણ નોંધપાત્ર યોગદાન
ગાંધીનગરમાં સોડા શોપ ચલાવતા મહેન્દ્રકાકા મતદાન કરનાર દરેક નાગરિકને નિઃશુલ્ક કાવો પીવડાવીને આ મતદાનના દિવસે જાગૃતિ અભિયાનમાં નાનું પણ નોંધપાત્ર યોગદાન આપવાના છે. વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું યોગદાન આપીને લોકોને મતદાન કરવા માટે તેઓ મતદાન કરનાર દરેક વ્યક્તિને નિઃશુલ્ક કાવો પીવડાવા માટે પોતાની તૈયારી જતાવી છે. પ્રયાસ નાનો છે, પરંતુ વિચાર ખુબ જ મોટો છે.આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો થયા સાવધાન, નિરીક્ષકો કરશે ખર્ચ રજિસ્ટરની ચકાસણી
મતદાન આપણી નૈતિક ફરજ છે: મહેન્દ્રકાકા
આ અંગે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં મૂળ વિરમગામના વતની અને છેલ્લાં 12 વર્ષથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા 62 વર્ષીય મહેન્દ્રભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘હું પોતે અચૂક મતદાન કરું છુ અને મારા પરિવારના સભ્યો પણ પોતાની આ ફરજ નિભાવે તેના માટે તેમને પ્રોત્સાહિત કરું છું. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આપણે તેને વધુ મજબૂત કરવા માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે. બંધારણે આપણને હકો આપ્યા છે, તેની સાથે આપણી પણ કેટલીક ફરજો તેના પ્રત્યે છે. જે રીતે મતાધિકાર એઆપણો અબાધિત હક છે, તે જ રીતે મતદાન કરવું એ આપણી પણ પવિત્ર ફરજનો એક ભાગ જ છે. આથી પ્રત્યેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ.’
આ પણ વાંચો: મતદાન જાગૃતિ માટે ચૂંટણીતંત્ર ચલાવશે સહી ઝુંબેશ, જિલ્લાની 18 કોલેજોમાં યોજાશે ખાસ કાર્યક્રમ
જાગૃત મતદારને વિનામૂલ્યે કાવો પીવડાવશે
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રકાકાના હુલામણા નામે જાણીતા મહેન્દ્રભાઈ ગાંધીનગરના ઘ-2 વિસ્તારમાં સોડા શોપ અને કાવાનો વ્યવસાય કરે છે. તેમણે ગાંધીનગર મામલતદારને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાષ્ટ્રહિતમાં મતદાન કરનાર પ્રત્યેક જાગૃત મતદારને તેઓ વિનામૂલ્યે કાવો પીવડાવીને મતદાર જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થવા માંગે છે. જે લોકો 5મી ડિસેમ્બરે મતદાન કરી પોતાની ફરજ પૂરી કરશે તેવા દરેક જાગૃત નાગરિકને મહેન્દ્રકાકા મતદાનના દિવસે સવારે 07:30થી રાત્રે 11:00 કલાક સુધી ઘ-2 સર્કલ ખાતેના તેમના ગલ્લા પરથી નિઃશુલ્ક કાવો પીરસશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા
જાગૃત કરવા અભિયાનમા ઝંપલાવ્યું
હાથ પર મતદાનનું નિશાન બતાવીને કોઈ પણ નાગરિક આનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રભાઈએ માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આમ છતાં, તેઓ પોતાના મતાધિકાર અને મતદાનની ફરજ પ્રત્યે જાગૃત છે. એટલું જ નહીં, અન્ય નાગરિકોને પણ જાગૃત કરવા તેઓએ આ અભિયાનમા ઝંપલાવ્યું છે. ભારત દેશના નાગરિકો જાગૃત થવા લાગ્યો છે, અને સાથે સાથે બીજા લોકોને પણ જાગૃત કરવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election 2022, Election 2022, Election campaign, Gujarat Assembly Election 2022, ગુજરાત