Mehali Tailor, Surat; બદલાતી જતી જીવનશૈલી સાથે હવે ડિપ્રેશન ઘણું કોમન બની ગયું છે જો ડિપ્રેશનના સાસુ કારણ શોધીએ તો આપણે જોઈએ કે જે લોકો ડિપ્રેશન થી પીડાઈ રહ્યા છે. તેને સાચો સાંભળનાર કોઈ મળતું નથી જેની સાથે તે પોતાના મનની વાત શેર કરી શકે. તેના મનમાં શું સમસ્યા છે તેના પર મોટી મોટી સલાહ આપવાની જગ્યાએ આ વ્યક્તિને એવું કોઈ મળતું નથી કે જે તેને માત્ર બેસીને સાંભળે અને આની પાછળનું કારણ છે આપણું કલ્ચર ક્રાઈસીસ.
આજે આપણે કોઈની પાસે કોઈ બીજાની વાત સાંભળવાની અને તેના પ્રોબ્લેમ જાણવાની ધીરજ નથી અને સમય કે ઉત્કાંઠા પણ નથી જેને લઈને વ્યક્તિને કોઈ સાચો સાંભળવા વાળું મળતું નથી અને આ જ વાતને લઈને તે પોતાના મનની અશાંતિ એટલી હદ સુધી દબાણ તરફ લઈ જાય છે કે તે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં સરી જાય છે.
આ વ્યકતિ જે તમારી દરેક વાત સાંભળશે
તમારા શહેરમાંથી (સુરત)
હવે આ વાત કરવા માટે તમે સુરતના આ ગપશપ આંટીને જરૂર એકવાર મળજો. તમારી દરેક વાત સાંભળશે અને તમારા મનને હલકું કરશે. સુરતના આંટી એટલે કે આમ્રપાલી દેસાઈ જે આકાશવાણીના સ્ટેશન હેડ રહી ચૂક્યા છે અને તેમણે 60 વર્ષની ઉંમરે એક વર્ષ કાઉન્સિલિંગનો કોર્સ કરી પોતાની રીટાયર્ડ લાઇફ કોઈકને કામ આવી શકે એ માટે એક ઘણું જ અદભુત કામ કરી રહ્યા છે. તેમણે પોતાના 62 વર્ષના અનુભવ પરથી એટલું ચોક્કસ પણે જાણ્યું કે આજે લોકોને સાંભળવા વાળું કોઈ નથી તેમની પ્રોબ્લેમ શું તમને હેરાન કરી રહી છે તે જાણવામાં પણ લોકોને રસ નથી.
જો તમે કોઈને વાત કરી નથી શકતા તો તમે અહીંયા તમારી વાત કરી મન હલકું કરો
અને આ જોઈ તેમણે સુરતમાં પોતાની ગપસપ અપ્પ્લેસ ટુ ટોક ની ઓફિસ ખોલી જ્યાં લોકો માત્ર પોતાની વાત શેર કરવા માટે આવે છે અને પોતાની વાત શેર કરીને એક અલગ આત્મવિશ્વાસના અનુભવ કરી પોતાનું મન હલકું કરી રહ્યા છે.
જો તમને પણ કોઈક વાત હેરાન કરતી હોય અને તમે પણ જો કોઈ વાત કોઈની સાથે શેર કરવા માંગતા હોય તો ચોક્કસપણે એકવાર આ ગપસપ આંટીને જરૂર મળજો જેથી તમે પણ પોતાની વાત શેર કરી એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ કરશો. ગપસપ આંટી એટલે કે આમ્રપાલી દેસાઈએ જણાવ્યું હતું કે.\” આજે પૈસા અને ટેકનોલોજી ના કોમ્બિનેશનને કારણે માનસિક દબાવ ઘણું વધ્યું છે લોકો પોતાના શરીરના સ્વાસ્થ્યને સારું કરવા માટે તો જીમમાં જાય છે. પરંતુ પોતાના મનના સ્વાસ્થ્યની એવી કોઈ જગ્યા નથી જ્યાં તેની પણ કાળજી રાખવામાં આવી અને આ જોઈને જ આજે હું લોકોની વાત સાંભળીને તેનું મન હલકું કરી રહી છું.\”
એડ્રેસ
G-10, રાજડ્રીમ શોપીંગ કોંપ્લેક્ષ, ભગવાન મહાવીર કોલેજની પાસે,વેસુ, ભીમરાડ રોડ, સુરત.
Ph-9328718395
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર