અસારવામાં મહિલાએ હાથ છોડાવવા પ્રયત્ન કરતા વાળ પકડી મારી
રિક્ષાની તોડફોડ કરી આતંક મચાવી પડોશી યુવક નાસી ગયો
અમદાવાદ,બુધવાર
પૂર્વમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સલામતી જોખમાઇ રહી છે, શાહીબાગમાં અસારવા ખાતે રહેતી મહિલા ગાયનેક ડૉક્ટર પાસે દવા લેવા જતી હતી જ્યાં પડોશી યુવકે હાથ પકડીને રોકી હતી અને દવા કરાવ્યા વગર મારી જોડે આવ તેને બાળક કરી આપીશ કહીને મહિલાની છેડતી કરી હતી. એટલું જ નહી મહિલાએ હાથ છોડવવા પ્રયાસ કરતા મહિલાને વાળ પકડીને મારી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાની જાહેરમાં છેડતી કરીને રિક્ષાની તોડફોડ કરી આતંક મચાવી પડોશી યુવક નાસી ગયો
આ કેસની વિગત એવી છે કે શાહીબાગ વિસ્તારમાં અસારવા ખાતેની એક ચાલીમાં રહેતી ૨૩ વર્ષી મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેેશનમાં પડેશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેણીને સંતાન સુખ ન હતું જેને લઇને ગઇકાલે સાંજે ગાયનેક ડૉક્ટરના દવાખાને દવા લેવા માટે જઇ રહી હતી તેણીની આરોપીના ઘર પાસેથી પસાર થતી હતી આ સમયે આરોપીએ મહિલાને હાથ પકડીને રોકી હતી અને ક્યાં જાય છે તેમ કહેતા મહિલાએ ગાયનેક ડૉક્ટર પાસે દવા લેવા જાવુંં છું કેમ કહેતા આરોપીએ કહ્યું દવા કરાવ્યા વગર મારી જોડે આવી જા હું તને બાળક કરી આપીશ કહીને છેડતી કરી હતી.
જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો જેથી મહિલાએ હાથ છોડાવવા પ્રયાસ કરતા વાળ પકડીને માર માર્યો હતો, મહિલાએ બુમાબુમ કરતાં પરિવારના સભ્યો તથા પડોશીઓ આવી પહોંચ્યા અને મહિલાને બચાવી હતી દરમિયાન આરોપી મહિલાની પાછળ પાછળ આવ્યો હતો અને તેમના પતિની રિક્ષાની તોડફોડ કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.