મહેસાણામાં PM મોદીનું સંબોધન : અહીં બનતી ગાડીઓ જપાન જાય છે, પહેલા લોકોના દાંત પીળા હતા હવે નથી રહેતા



ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે PM મોદી સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે તેમના આજના કાર્યક્રમ પ્રમાણે મહેસાણા જિલ્લામાં સભા સંબોધન માટે પહોંચ્યા હતાં.

મહત્વની વાતો

મારું અંગત કામ તમારે કરવું પડશે, ઘરે-ઘરે જઈને વડીલોને કહેવાનું છે કે નરેન્દ્રભાઈ મહેસાણા આવ્યા હતા અને પ્રણામ કહ્યાં છે

મહેસાણા જિલ્લાને આત્મનિર્ભર બનાવવા માટે જે કરવું પડે તે કરીશું

અહીં બનતી ગાડીઓ હવે જપાનમાં ફરે છે તે ગૌરવની વાત

મહેસાણા વિશ્વસ્તરે ઈલેક્ટ્રીક વાહનોનું હબ બનશે તેવી તૈયારી આપણે કરી છે.

પહેલા ઉત્તર ગુજરાતમાં પાણી એટલું ખરાબ આવતું કે લોકોના દાંતમાં પીળા ડાઘ હોય, જુવાનિયાને જવાની પહેલા જ ઘડપણ આવી જતું હતું. આજે એ બધું ઠીક થઈ ગયું છે.

આપણો મહેસાણા જિલ્લો ઘરે ઘરે શિક્ષક હોય, તમે ગમે ત્યાં જાવ શિક્ષક મહેસાણાનો જ હોય

20 વર્ષ પહેલાં ગુજરાતમાં સૌરઉર્જાનો કોઇ અવકાશ નહોતો, આજે 8000 મેગાવોટ વીજળી સૌરઉર્જાથી ઉત્પન્ન થાય છે

કોંગ્રેસનું મોડેલ એવું હતું કે વીજળી માંગો તો ગોળીઓથી વિંધી નાખતા

પહેલાં વીજળીની ગામે ગામ સમસ્યા હતી, આજે જોઇ લો તમે ઘરે ઘરે વીજળી છે

કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું ગુજરાતમાં એવા એવા કામ કર્યા છે ભાજપે કે વિપક્ષ પણ વિચારતું થઈ ગયું હતું કે વિધાનસભામાં સવાલો પૂછવા તો કયા પૂછવા.

PM મોદી કેમ છે મેહોણા કહીને પોતાનું સંબોધન શરૂ કર્યુ હતું. શરૂઆતમાં તેમણે તાજેતરની મોટેરા સૂર્ય મંદિરની મુલાકાતને વાગોળી હતી અને મહેસાણા વિશ્વસ્તરે ચમક્યું છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હુ દરેક જિલ્લામાં ફરી રહ્યો છું ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે અને ચારેબાજુથી એવું લાગે છે કે આ વખતની ગુજરાતની ચૂંટણી જનતા લડી રહી છે તેવું લાગી રહ્યું છે. આ વખતે ચૂંટણી ન નરેન્દ્ર, ભૂપેન્દ્ર કે મંચ પર બેઠેલા ઉમેદવારો લડે છે પરંતુ તમે લડી રહ્યાં છો. ગુજરાતના ખૂણે-ખૂણે જોશ છે અને યુવાઓમાં ગજબ જોમ જોવા મળી રહ્યો છે. તેમને ભાજપ પર ખૂબ જ વિશ્વાસ છે અને જાહેર જીવનમાં રસ લઈ રહ્યાં છે.

ભાજપના દિગ્ગજ આજે ગુજરાતમાં સભાઓ ગજવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાનથી માંડીને રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને પક્ષની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી પ્રચંડ પ્રચાર કરશે. ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.





Source link

Leave a Comment