માં દુર્ગાનું નામ લેવાથી મળે છે સમૃદ્ધિ અને શક્તિ, જાણો મંત્ર જાપ માટે 108 નામ


All names of Maa Durga: માં દુર્ગાની ઉપાસના કરવાથી તમામ સુખ અને સમૃદ્ધિ મળે છે. સાથે જ તે પરેશાનીઓ અને દુઃખોમાંથી પણ મુક્તિ આપે છે. માતા દુર્ગા શક્તિનો સ્ત્રોત છે. જ્યારે માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ દેવતાઓ પર પણ સંકટ આવે છે ત્યારે તેઓ માં દુર્ગાની શરણમાં જતા હોય છે. હિંદુ શાસ્ત્રોમાં માં દુર્ગાની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં ‘દુર્ગા સપ્તશતી’ ના પાઠ કરવાથી થતા ફાયદાઓની સહુને જાણ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે માં દુર્ગાના અલગ-અલગ નામોમાં એટલી શક્તિ હોય છે કે તેનો જાપ કરવાથી દરેક દુ:ખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. જો તમે પણ તમારા દરેક દુ:ખ દૂર કરવા અને સુખ મેળવવા માંગતા હોય તો દર શુક્રવારે દેવી દુર્ગાના 108 નામનો જાપ કરો. માત્ર એટલું કરવાથી પણ ઘણો લાભ મળશે અને તમારું જીવન સુખમય બનશે.

દક્ષના યજ્ઞમાં પ્રાણનું બલિદાન આપ્યું

દેવી સતી ભગવાન શંકરની પ્રથમ પત્ની છે. દેવી સતીએ તેમના પિતા પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. જેથી તેઓ આગામી જન્મમાં પણ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવી શકે. તેથી જ જે સ્ત્રીઓ તેમના પતિ પ્રત્યે સમર્પિત હોય છે, તેમને સતીનું રૂપ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ભારતનાં આ મંદિરોમાં ચઢાવાય છે માંસ, મટન અને મચ્છીનો પ્રસાદ, ચિકન બિરયાની માટે લાગે છે લાઇન

માં દુર્ગાના શક્તિશાળી નામો અહીં આપ્યા છે, જેનો જાપ કરવાથી સમસ્યાઓ દૂર રહે છે, નકારત્મક ઉર્જા ઘટે સહ અને જીવનમાં સુખ આવે છે

માં દુર્ગાના 108 નામ

સાધ્વી, ભવપ્રીતા, ભવાની, ભવમોચની, આર્યા, દર્ગા, જયા, આદ્યા, ત્રિનેત્ર, શુલધારિણી, પિનાકધારિણી, ચિત્રા, ચંડઘંટા, મહાતપાઃ, મન, બુદ્ધિ, અહન્કારા, ચિત્તરૂપ, ચિતા , ચિતિ, સર્વશક્તિમાની, સત્તા, સત્યાનંદસ્વરૂપિણી, અનંતા, ભાવિની, ભાવ્યા, ભવ્યા, અભવ્યા, સદગતિ, શાંભવી, દેવમાતા, ચિંતા, રત્નપ્રિયા, સર્વવિદ્યા, દક્ષકન્યા, દક્ષયજ્ઞ વિનાશિની, અપર્ણા, અનેકવર્ણા, પાટલા, પાટલાવતી, પટ્ટમ્બર પરિધાના, કલામંજીરરંજિની, અમેય, વિક્રમા, ક્રુરા, સુંદરી, સુરસુંદરી, વનદુર્ગા, માતંગી, માતંગમુનિપૂજિતા, બ્રાહ્મી, મહેશ્વરી, ઇન્દ્રિયા, કૌમારી, વૈષ્ણવી, ચામુંડા, વારાહી, લક્ષ્મી, પુરુષાકૃતિ, વિમિલુતકર્ષિની, જ્ઞાના, ક્રિયા, નિત્યા, બુદ્ધિદા, બહુલા, બહુલપ્રેમા, સ્રવવાહનવાહના, નિશુમ્ભશુમ્ભહન્ની, મહિષાસુરમર્દિની, મધુકૈટભંત્રી, ચંડમુંડ વિનાશિની, સર્વસુરવિનાશા, સર્વદાનવધાતીની, સર્વશાસ્ત્રમયી, સત્યા, સર્વશક્તિમાની, અનેકશસ્ત્રહસ્તા, અનેકસ્ત્રધારીણી , કુમારી, એકકન્યા, કિશોરી, યુવતી, યતી, અપ્રૌઢા, પ્રૌઢા, વૃદ્ધ માતા, બલપ્રદા, મહોદરી, મુક્તકેશી, ઘોરરૂપા, મહાબલા, અગ્નિજ્વાળા, રૌદ્રમુખી, કાલરાત્રિ, તપસ્વિની, નારાયણી, ભદ્રકાલી, વિષ્ણુમાયા, જલોદરી, શિવદૂતી, કરાલી, અનંતા, પરમેશ્વરી, કાત્યાયની, સાવિત્રી, પ્રત્યાક્ષા અને બ્રહ્મવાદિની.

Published by:Mayur Solanki

First published:

Tags: Ambe maa, Maa durga



Source link

Leave a Comment