Mehali Tailor, Surat: સુરત એટલે એ દાનવીર કર્ણની ભૂમિ. આ દાનની ભૂમિથી જાણીતું સુરત શહેરમાં કોરોના કાળમાં પણ દાન કરવા માટે અવલ્લ રહ્યું છે. સુરતમાં કદાચ કોઈ પણ વ્યકતિ લોકડાઉન દરમિયાન રાતે ભુખુ સુઈ નહિ ગયું હોય. સુરત શહેરની વાત કરવામાં આવે તો એના પણ ગમે એટલી મોટી આફત આવી હોય એ પછી પ્લેગ હોય તેમાંથી પણ બહાર આવી ને સૌથી ઝડપી વિકાસતું શહેર તરીકે જાણીતું બન્યું છે. તેની પાછળનું કારણ છે મોજીલા સુરતીલાલા જે ફક્ત ખાવા-પીવાના શોખીન જ નથી પરંતુ લોકોની મદદ માટે પણ હંમેશ અગ્રેસર હોય છે.
આવા જ એક સુરતી જીગ્નેશભાઈ અને તેમના સાથી મિત્રો જેમણે કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરવાનું ચાલુ કર્યું હતું. 23 માર્ચથી શરૂ થયેલી આ સેવા યાત્રા આજ દિન સુધી કાર્યરત છે. અને આગાઉના સમયમાં પણ તે આવી જ રીતે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતુ રહેશે. જિજ્ઞેશભાઈ અને તેના સાથી મિત્રો મળીને જરૂરિયાતમંદ લોકોને ભોજન પોહ્ચાડવાનું શરૂ કર્યું હતું. કોરોનામાં લોકડાઉનમાં તેમને આ સેવા શરુ કરી હતી. આ લોકડાઉનને ત્રણ વર્ષ થયા છે. પરંતુ આ જીગ્નેશભાઈ અને તેના મિત્ર મંડળએ અત્યાર સુધી તેમની આ સેવા શરુ રાખી છે.
આજે પણ આ સેવાભાવિ લોકો સવારે અને સાંજે જરૂરિયાત મંદ લોકો સુધી તેને ભોજન પોહ્ચાડી રહ્યા છે.અને કોરોના કાળના લોકડાઉનથી લઇ અત્યાર સુધી આ લોકો એક પણ દિવસ ચુક્યા વગર લોકોની સેવા ચાલુ રાખી છે.આ લોકો સવાર સાંજ લોકોને ભોજન બનાવી તેને વહેચવાનું કાર્ય કરે છે.અને આ ભોજન ઘરમાં જ પરિવારના સભ્યો અને મહારાજ બનાવે છે. અને ત્યારબાદ જાતે જ તેને પેક કરી લોકો સુધી પોંહચાડે છે. મહત્વની વાત એ છે કે કોરોના કાળમાં અનેક લોકોએ જરૂરિયાત મંદ લોકોની નિઃશ્વાર્થ ભાવે સેવા કરી હતી જેથી ફૂટપાથ પર રહેતા લોકોને પણ સમગ્ર લોકડાઉન દરમિયાન ખાધા વગર સુવાનો વારો આવ્યો નથી. અને લોકડાઉન દરમિયાન અનેક લોકો ગરીબ લોકોની પડખે ઉભા રહ્યા હતા. પરંતુ આ જીગ્નેશભાઈ અને તેના સાથી મિત્રો અત્યાર સુધી આ લોકોને મદદરૂપ બની રહ્યા છે.
આ જીગ્નેશભાઈ અને તેના મિત્રો એમ 22 લોકો ભેગા મળી એક ટ્રસ્ટ બનાવ્યું છે. કોરોનામાં લોકોની લાચારી જોઈ આ ટ્રસ્ટ હજુ પણ જરૂરિયાત લોકો માટે કાર્યરત છે.અને આ ટ્રસ્ટ દ્વારા ગમે એવી સ્થિતિમાં પણ આ સેવા ચાલુ રાખવામાં આવે છે. સુરતના ખાડી પૂર વખતે પણ આ લોકોએ પોતાની સેવા ચાલુ રાખી હતી અને અસર ગ્રસ્ત લોકોને મદદ પોહચાડી હતી.આ તેમની આ સેવાથી સેવા ભાવી સુરતનું વાક્યને સાર્થક થતું જણાય છે. અને સમાજને આવા બીજા ઘણા લોકોની જરૂર છે.જેથીં સુરતનું એક પણ ગરીબ વ્યક્તિ ક્યારેય ભૂખ્યું ન સુવે. ત્યારે આ કમાણીની રેસમાં દોડતા દરેક લોકો માંથી આ લોકોએ સમાજ પત્યે પોતાની ફરજ નિભાવી માનવતાનું એક સાચું ઉદાહરણ પૂરું પાડે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર