મેઘાલયમાં આજે વહેલી સવારે 3ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો


શિલોંગ: મેઘાલયમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ 3.46 કલાકે રાજ્યના તુરાથી 37 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. આ અગાઉ બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતું કે, અરુણાચલના બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં બુધવારે સવારે 7 કલાકને એક મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.8 માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

આ પણ વાંચો: Earthquake: મહારાષ્ટ્રના નાસિકની નજીક વહેલી સવારે 4 વાગે 3.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો

તો વળી મહારાષ્ટ્રના નાસિકમાં કાલે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, ભૂકંપની તિવ્રતા 3.6 હતી અને કેન્દ્ર નાસિકથી 89 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. આ અગાઉ 12 નવેમ્બરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સાંજના લગભગ 8 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ દિવસે નેપાળમાં સાંજના લગભગ 7.57 કલાકે 5.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. તેનો પ્રભાવ ઉત્તર ભારતમાં અનુભવાયો હતો. દિલ્હીમાં 8 નવેમ્બરની મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, આ વખતે કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 6.3ની માપવામાં આવી હતી.

ભારતમાં 9 મહિનામા આવ્યા 948 ભૂકંપ, 240 વાર 4થી વધારે તિવ્રતા

વિતેલા અમુક અઠવાડીયા દરમિયાન ભારતમાં દિલ્હી, યૂપી, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, પૂર્વોત્તર, અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ તમામ મામલોમાં ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે. ભારતમાં આ વર્ષે જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં 948 વાર ભૂકંપ આવી ચુક્યા છે. મોટા ભાગે તેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 4થી વધારે માપવામા આવી હતી. ભારતમાં 9 મહિનામાં 240 એવા ઝટકા આવ્યા છે, જેની તિવ્રતા 4 માપવામાં આવી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Earthquakes



Source link

Leave a Comment