મોરબી અકસ્માતના વળતરમાં વધારો કરો: HC
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આ કેસના અહેવાલને જોયા બાદ અમારું માનવું છે કે, મૃતકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો થવો જોઈએ. કોર્ટે અવલોકન કર્યું કે, આ તબક્કે મૃતકોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને વળતર તરીકે રૂપિયા 50,000 પણ નજીવું છે. આ બાબતે કોર્ટે કહ્યું કે, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર મળવું જોઈએ. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, વચગાળાના રિપોર્ટમાં ઇજાઓ, હોસ્પિટલમાં દાખલ, સારવારની વિગતો બહાર આવી નથી.
આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટના: સુપ્રીમ કોર્ટે CBI તપાસ અને વધારે વળતરની માગ ફગાવી, હાઈકોર્ટમાં જવા કહ્યું
30 ઓક્ટોબરે બની હતી ઘટના
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો બ્રિટિશ જમાનાનો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 47 બાળકો સહિત 140થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં તેના બે સંબંધીઓને ગુમાવનાર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં CBI તપાસ, તેમના પરિવારના સભ્યોને ગુમાવનારાઓને સન્માનજનક વળતર અને મ્યુનિસિપલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
મોરબી પૂલ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ#MorbiBridgeCollapse #Morbi #Gujarat #MorbiBridgeTragedy #BREAKING #news pic.twitter.com/qLPQvG3dV5
— News18Gujarati (@News18Guj) November 24, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર