આ પણ વાંચો: પત્ની ગઈ પૈસા પણ ગયા! લોટરીમાં કરોડો રૂપિયા જીતી લાવ્યો પતિ, થેલો લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની
હકીકતમાં જોઈએ તો, મૌલનાઓના ફરમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં નઈ આબાદીની ચાંદ મસ્જિદ નજીક એક યુવકની જાન બુલંદશહરના સ્યાના જઈ રહી હતી. સવારે લગભગ 10 કલાકે ઘોડા પર સવાર થઈ દુલ્હો નિકળ્યો. એક બાજૂ વર ઘોડા પર સવાર થઈને જતો હતો, બીજી બાજૂ ડીજેના તાલે મહિલાઓ તથા પુરુષો ડાંસ કરતા હતા. જાન જેવ જીટી રોડ પર આવેલા મદરસા નજીક પહોંચી, તો ડીજે અને ફટાકડાનો અવાજ સાંભળીને મદરેસાના મૌલાના બહાર આવ્યા.
આ પણ વાંચો: ચેન્નાઈ નોકરી કરવા ગયેલો પતિ 14 વર્ષે સાધુ બનીને પોતાના જ ઘરે ભિક્ષા માગવા આવ્યો, પછી થઈ જોવા જેવી
તેમણે અહીં જાનને તુરંત રોકી અને કહ્યું કે, ધર્મમાં ડીજે અને આતશબાજી પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો ડીજે વગાડતા રહ્યા. મૌલાનાઓએ ડીજે વગાડવા પર પરિવારને સામાજિક બહિષ્કારની ચેતવણી આપી દીધી. ત્યાં હાજર મુસ્લિમ સમાજના લોકોએ મૌલાનાઓએ ચેતવણી આપી દીધી કે, જે લગ્નમાં ડીજે અથવા આતશબાજી થશે તેમાં મૌલાનાઓ જોડાશે નહીં અને લગ્ન કરાવશે નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Nikah