આ પણ વાંચો: ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, કોણ જીતશે જંગ?
ગુજરાતના આ ગામમાં સોધવા જઈએ તો પણ તમને કોઈના ઘરમાં તાળું જોવા નહીં મળે. કારણ કે અહીં કોઈ તેમના ઘરને તાળું મારતા નથી. ઘર એ ઘર છે, કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશા ત્યાં હાજર હોય છે. પરંતુ અહીંના દુકાનદારો પણ બપોરના સમયે પોતાની દુકાનો ખુલ્લી મૂકીને ઘરે જમવા જાય છે. જ્યારે ગ્રાહક દુકાને આવે છે, ત્યારે તે તેની જરૂરિયાતનો સામાન લઈ જાય છે અને તેની કિંમતના પૈસા દુકાનના ગલામાં મૂકીને જતા રહે છે. એક ઘટનાને બાદ કરતાં અહીં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. આ ગામમાં ચોરીની એકમાત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો અને તેનું પ્રાયશ્ચિત કરવા વળતર આપ્યું હતું.
આ પણ વાંચો: મહેસાણાની જનસભામાં કોંગ્રેસ પર મોદીના આકરા પ્રહાર, કહ્યુ - કોંગ્રેસ મોડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર
ગુજરાતના ગામમાં રાજકીય પાર્ટીઓ પર છે પ્રતિબંધ
આ ગામમાં ગુટખા વિરોધી ઝુંબેશ ચલાવવાની જરૂર નથી, કારણ કે અહીં પહેલાથી જ ગુટખા પર પ્રતિબંધ છે અને કોઈ આ નિયમ તોડતું નથી. રાજકોટ જીલ્લાના રાજ સમઢીયાળા ગામે જળ સંચયની દિશામાં ખૂબ જ સારું કામ કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ રજૂ કર્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Rajkot News