Table of Contents
આ મામલે ચાર લોકોની કરાઈ ધરપકડ
રામોલ પોલીસએ રીક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવી ચોરી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસએ જીગ્નેશ પટેલ, સતીષ ઉર્ફે ભાવું કણગીરી, અયુબ મન્સુરી અને નરેન્દ્ર વર્મા નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ રીક્ષા લઇને બસસ્ટેન્ડ પાસે ઉભા રહેતા હતાં. અને કોઇપણ પેસન્જર બસમાંથી ઉતરે અને તેની પાસે બેગ કે કિંમતી સામાન હોવાની આશંકા હોય તેવા પેસેન્જરને રીક્ષામાં બેસાડીને નજર ચુકવી તેમના કિંમતી સામાનની ચોરી કરતા હતાં.આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા
નજર ચૂકવી કરી દાગીનાની લૂંટ
આજથી આઠેક દિવસ પહેલા આરોપીઓએ વસ્ત્રાલ મહાદેવ નગર કેનાલ ગાર્ડન પાસે ગયા હતાં. અને બસસ્ટેન્ડ બસમાંથી ઉતરતાં એક વૃદ્ધ મહિલા અને ભાઇને રીક્ષામાં બેસાડી થોડે આગળ ગયા બાદ તેમની પાસે રહેલ થેલી પગમાં નીચે મુકી દેવાનું કહીને નજર ચુકવી સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા 30 હજાર ભરેલ બેગની ચોરી કરી હતી. અને બંન્ને પેસેન્જરને રીક્ષામાંથી ઉતારીને તેઓ પલાયન થઇ ગયાં હતાં. જે અંગે પોલીસને જાણ થતાં જ પોલીસએ બાતમીના આધારે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: શ્રદ્ધાની લાશના કેટલા ટુકડા ક્યાં મુક્યાં? તેની નોંધ રાખતો હતો આફતાબ
દાગીના પોતાના હોવાની વાત જણાવી
જો કે મહત્વની બાબત તો એ છે કે, પકડાયલે આરોપી ઓમાંથી આરોપી જીગ્નેશ પટેલએ આ દાગીના પોતાની પત્નીના છે અને દાગીના જુના હોવાથી તેમની પાસે બીલ નથી તેમજ હાલ હોસ્પિટલના કામથી રૂપિયાની જરૂર હોવાનું કહીને દાગીના વહેચી દીધા તેમ જણાવ્યું હતું. આરોપીઓ સામે અગાઉ ઓઢવ, બાપુનગર, રામોલ, નરોડા અને શહેર કોટડામાં પણ ગુના દાખલ થઈ ચુક્યા છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેઓએ આ સિવાય અન્ય કેટલા ગુના આચર્યા છે. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય શકે તેમ છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર