વાંચો તમારું 23 નવેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : આપને કામકાજમાં સાનુકુળતા રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે  વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.

વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં વ્યસ્તતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. કામનો ઉકેલ આવે.

મિથુન : આપના કાર્યમાં વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે. સંતાનના પ્રશ્ને આપની દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય.

કર્ક : આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામમાં મન લાગે નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.

સિંહ : દેશ-પરદેશના કામકામમાં આપને સરળતા-સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

કન્યા : સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ધરાકી જણાય.

તુલા : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. અગત્યના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય.

વૃશ્ચિક : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાકીય અનુભવાય. કામમાં પ્રતિકુળતાને લીધે ઉચાટ-ઉદ્વેગ-બેચેની રહ્યા કરે.

ધન : આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા રહે.

કુંભ : આપના કામમાં સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.

મીન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહન ધીરે ચલાવવું.

- અગ્નિદત્ત પદમનાભ



Source link

Leave a Comment