વાંચો તમારું 24 નવેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : આપના કામમાં કોઈને કોઈ પ્રતિકૂળતા જણાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.

વૃષભ : આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં સાનુકૂળતા મળી રહે.

મિથુન : આપના કાર્યની સાથે અન્ય કામ અંગે દોડધામ-શ્રમ જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે ખર્ચ-ખરીદી રહે.

કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનથી હર્ષ-લાભ રહે.

સિંહ : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે ઉતાવળ કરવી નહીં.

કન્યા : ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ દ્વારા આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ-ઉત્સાહ અનુભવાય. ધર્મકાર્ય થાય.

તુલા : આપના કામમાં સરળતા-સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો રહે. આવક થાય.

વૃશ્ચિક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતા જાય. કામનો ઉકેલ લાવી શકો.

ધન : મોસાળ પક્ષે - સાસરી પક્ષે બિમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

મકર : આપના કામમાં અન્યનો સાથ-સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવવામાં સરળતા જણાય. પરદેશના કામ થાય.

કુંભ : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહે.

મીન : ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા-સફળતા મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ



Source link

Leave a Comment