વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં અમદાવાદના મતદાન મથક ઉપર મ્યુનિ. તંત્ર મેડીકલ કીટ પહોંચાડશે


પેરાસીટામોલ, ઓ.આર.એસ. સહિત વ્હીલ ચેરની સગવડ કરવામા આવશે

અમદાવાદ,ગુરુવાર, 24 નવેમ્બર,2022

અમદાવાદમા પાંચ ડીસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન
યોજાવા જઈ રહયુ છે.આ અગાઉ મ્યુનિસિપલ તંત્ર તરફથી તમામ મતદાન મથક ઉપર પેરાસીટામોલ
, ઓ.આર.એસ.સહિતની
અન્ય દવાઓની સાથે વ્હીલ ચેરની પણ સગવડ મતદાન મથક ઉપર પહોંચાડવામા આવશે.

શહેરમા યોજાનારી વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મ્યુનિસિપલ
કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી મતદાન મથક ઉપર મેડીકલ કીટ પહોંચાડવાની તૈયારી શરુ
કરવામા આવી છે.હેલ્થ વિભાગ દ્વારા તમામ સાત ઝોનમા ઉભા કરવામા આવનારા મતદાન કેન્દ્ર
ઉપર ફરજ બજાવનારા કર્મચારીઓ ઉપરાંત મત આપવા પહોંચનારા મતદારને પણ કોઈ સંજોગમા
પ્રાથમિક સારવાર આપવાની આવશ્યકતા ઉભી થાય તે માટે મેડીકલ કીટ તૈયાર કરાવવામા આવી
રહી છે.દરેક મતદાન કેન્દ્ર ઉપર પેરાસીટામોલ
,
ડાઈકલોફેનીક, રેનીટીડીન
તેમજ એન્ડોસેટ્રાઈન તથા મેટ્રોનીડાઝોલ
,બ્રોડ
સ્પેક્ટ્રમ એન્ટીબાયોટીકની અનુક્રમે વીસ -વીસ ટેબલેટ મેડીકલ કીટમા અગાઉથી પહોંચતી કરાશે.ઉપરાંત મતદાન મથક દીઠ
પચાસ નંગ ઓ.આર.એસ.
, એન્ટિ
સેપ્ટીક ઓઈન્ટમેન્ટ અને જરુર મુજબ કોટન પણ કીટમા રાખવામા આવશે.મતદાનના દિવસે જે તે
વોર્ડમા આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
ખાતે અમુક સ્ટાફને હાજર રહેવા સુચના આપવામા આવશે.



Source link

Leave a Comment