વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 85,000 રૂપિયા પ્રતિ કિલો થાય છે વેચાણ


મોટાભાગના લોકોને શાકભાજી ખરીદતી વખતે ભાવતાલ કરવાની આદત હોય છે. શાકભાજીની કિંમતમાં 5-10 રૂપિયા ઓછા કરાવી આપણે ખુશ થઈ જઈએ છીએ. બીજી બાજુ જો કોઈ શાકભાજીની કિંમત ખૂબ વધી જાય તો આપણે તે શાકભાજી ન ખરીદવામાં જ આપણી બચત માનીએ છીએ. ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા ટામેટાં ખૂબ મોંઘા થઈ ગયા હતા, જેના પગલે લોકોએ ગૂગલ પર ટામેટાના વિકલ્પો શોધવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

બજારમાં શાકભાજીની કિંમત 200-300 રૂપિયા પ્રતિ કિલો હોય ત્યારે તો તેને સોનાના ભાવ તરીકે સરખાવામાં આવે છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે, કોઈ શાકભાજી 85,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય તો તે શું હશે ? તમે કહેશો કે આ શું મજાક કરી રહ્યાં છો પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ હકીકત છે. આ શાકભાજીનો ભાવ હજારો-લાખોમાં બોલાય છે. અત્યાર સુધીના ભાવને જોતા આ શાકભાજીને વિશ્વનું સૌથી મોંઘું શાક પણ કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’

વિશ્વની સૌથી મોંઘી શાકભાજી

આ શાકનું નામ હોપ શૂટસ છે. સામાન્ય રીતે આ શાક ભારતમાં નથી ઉગાડવામાં આવતું. તે યુરોપીયન દેશોમાં જોવા મળે છે. પરંતુ કેટલાક રિપોર્ટ્સ મુજબ આ શાકભાજી સૌથી પહેલા હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવી હતી. આ શાક ઔષધીય ગુણોથી ભરપૂર છે. હોપ શૂટસની લણણીની પ્રક્રિયા એટલી લાંબી છે કે તેને લણણી માટે તૈયાર થવામાં ત્રણ વર્ષ લાગે છે. સાથે જ તેને તોડવાનું કામ પણ ખૂબ જ જટિલ છે. આ છોડના નાના બલ્બ આકારના શાકભાજીને તોડવામાં ઘણી મહેનત કરવી પડે છે. તે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ઘણા રોગોની સારવાર માટે તેનો ઉપયોગ થાય છે. એટલા માટે તેની કિંમત 85000 કિલો છે.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

કેમ મોંઘી છે આ શાકભાજી ?

ઘણા તબીબી અભ્યાસોમાં એવું નોંધવામાં આવ્યું છે કે, શાકભાજીનો ઉપયોગ ટીબી સામે એન્ટિબોડીઝ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત હોપ શૂટ અથવા મકાઈનો ઉપયોગ તણાવ, નિંદ્રા, ગભરાટ-ડર, ચીડિયાપણું, બેચેની અને ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)ની સારવાર માટે પણ થાય છે. આ સિવાય વિશ્વની સૌથી મોંઘી શાકભાજીનો ઉપયોગ બિયર બનાવવામાં પણ થાય છે.

હોપ શૂટ કેવી કેવી રીતે ખવાય?

આ શાકનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે. આ સિવાય આ મસાલેદાર શાકને કાચા ખાવા ઉપરાંત તેમાંથી અથાણું પણ બનાવવામાં આવે છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business Ideas, Business news, Earn money, Organic farming



Source link

Leave a Comment