શું વાયરલ કરવું? ભાજપ, કોંગ્રેસ અને આપએ નિષ્ણાતોને કામે લગાડ્યા


અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને પ્રચારની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી છે. પાર્ટીના વગદાર નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે એક મોરચો સોશિયલ મીડિયા પર પણ મંડાયો છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપને લીધે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ પ્રચાર કરવા અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપવા પ્રયાસ કરાઇ રહ્યો છે. આ માટે સોશિયલ મીડિયા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં સોશિયલ મીડિયાના જાણકારો દ્વારા આ મારચો સંભાળવામાં આવી રહ્યો છે.

આ મોરચે કાચું ન કપાય તે માટે સતત બાજ નજર

ડિજિટલ વર્લ્ડે પ્રચારનો વધુ એક વિકલ્પ ખોલ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પણ આ મોરચે કાચું ન કપાય તે માટે સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. સામાન્ય લોકો મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરતાં હોય છે, ત્યારે આ માધ્યમ દ્વારા જ પાર્ટી અને ઉમેદવારોનું પ્રચાર કરવા તથા તેમના વિરોધીઓને જવાબ આપવા કે તેમનો બફાટ વાયરલ કરવા સોશિયલ મીડિયા વોર રૂપ ધમધમે છે. જોકે, હાલ સોશિયલ મીડિયામાં ભાજપ મેદાન મારી રહ્યું છે. કેમ કે, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ફોલોઅર્સની સંખ્યા વધુ છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ઝંઝાવતી પ્રચાર: ભાજપ-કોંગ્રેસ-AIMIM-આપનાં નવ નેતાનો ગુજરાતમાં જમાવડો

ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યા

ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટીમ પાર્ટી અને ઉમેદવારોનો કાર્યક્રમો, તેમણે કરેલા પ્રચારની મહત્વની વાતો, સ્પર્ધીને જવાબ, સામે પક્ષના ઉમેદવારના બફેટના વાયરલ કરવા જેવી કામગીરી આ ટીમો દ્વારા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા મોરચે અગ્રેસર રહેવા માટે પાર્ટી કે ઉમેદવારો દ્વારા ટેક્નિકલ નિષ્ણાંત અને સોશિયલ મીડિયા ઇન્ફલુએનસર્સની મદદ પણ લેવામાં આવી રહી છે. આવા ઇન્ફલુએનર્સના ફોલોઅર્સની સંખ્યા વધુ હોવાથી તેમના હેન્ડલ પરથી પણ પ્રચાર કરવામાં આવે છે.

કોના કેટલા ફોલોઅર્સ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્ય ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર નજર રાખવામાં આવે છે. ભાજપની વાત કરીએ તો ફેસબુક પર તેના 35 લાખ, ટ્વિટર પર 15 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 5.88 લાખ ફોલોઅર્સ છે. કોંગ્રેસ ફેસબુક પર 7 લાખ, ટ્વિટર પર 1.65 લાખ, ઇન્સ્ટાગ્રામ પર 66 હજાર ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે આમ આદમી પાર્ટી ફેસબુક પર સાડા પાંચ લાખ, ટ્વિટર પર સવા લાખ અને ઇન્સ્ટાગ્રામ પર પણ સવા લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: AAP Party, BJP Congress, Gujarat Assembly Election 2022, Socia Media



Source link

Leave a Comment