કાશ્મીર અને બોલિવૂડ વચ્ચે જૂનો સંબંધ છે. અગાઉ ઘણી બોલિવૂડ ફિલ્મો કાશ્મીરની વાદીઓમાં શૂટ થતી હતી. ત્યાંના લોકો પણ ખૂબ ઉત્સાહથી ફિલ્મ જોતા હતા, પરંતુ આતંકવાદના કારણે ધીમે ધીમે આ બધું બંધ થવા લાગ્યું અને ભૂતકાળ બની ગયું. પરંતુ હવે સ્થાનિક બિઝનેસમેન અને વેપારી રાજ્યમાં ફિલ્મ સંસ્કૃતિને પુર્નજિવિત કરવા માટે પગલાં લઈ રહ્યા છે. આજે એટલે કે મંગળવારે શ્રીનગરમાં પહેલું મલ્ટીપ્લેક્સ ખુલશે અને આ મલ્ટીપ્લેક્સમાં આમિર ખાન અને કરિના કપૂર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા બતાવવામાં આવશે.
આ પણ વાંચોઃ- સુશાંત સિંહ ડ્રગ કેસ સાથે જોડાયેલો મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર KR લંડનમાં નજરકેદ, ભારત લાવવાની ક્વાયત શરૂ
ઘણા વર્ષો પછી આ પહેલી વખત હશે કે જ્યારે લોકો સિનેમાઘરોમાં જઈને મોટા પડદા પર ફિલ્મ જોશે. છેલ્લા ત્રણ દાયકામાં ઘણા લોકોએ સિનેમા હોલને નવુ સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉગ્રવાદીઓની ધમકીઓ અથવા લોકોના રસના અભાવને કારણે તેમને બંધ કરવાની ફરજ પડી છે.
આ મલ્ટીપ્લેક્સના માલિક વિજય ધરે ન્યૂઝ18ને જણાવ્યું- “એક સાથે પરિવારની એક સાથે ફિલ્મ જોવાની સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે. અમે કાશ્મીરમાં યુવાનો અને વૃદ્ધોને મનોરંજન માટે આરામદાયક જગ્યા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર