સસરાના ઘરેથી પત્નીનો સર્ચ વોરંટથી કબજો માંગતી પતિની અરજી ડીસમીસ


પિતા સાથે કોર્ટમાં આવીને યુવતીએે કહ્યું, સ્વૈચ્છાએ પિતાના ઘરે રહું છું ગેરકાયદે ગોંધી રાખવામાં આવી નથી

સુરત

પિતા સાથે કોર્ટમાં આવીને યુવતીએે કહ્યું, સ્વૈચ્છાએ પિતાના ઘરે રહું છું ગેરકાયદે ગોંધી રાખવામાં આવી નથી


લગ્ન
નોંધણી બાદ પિતાના ગેરકાયદે કબજામાં ગોંધી રાખવામાં આવેલી પત્નીનો સસરા પાસેથી
સર્ચ વોરંટથી કબજો સોંપવા પતિએ કરેલી અરજીને એડીશ્નલ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનિષા
વાય.સ્વામીએ નકારી કાઢી છે.

લિંબાયત
પોલીસ મથકના હદમાં રહેતી દેવાંગી બેને તા.
19-7-22ના રોજ દેવાંગભાઈ સાથે પ્રેમલગ્ન કરી લગ્ન નોંધણી કચેરીમાં રજીસ્ટર
કરાવ્યા હતા.ત્યારબાદ તા.
20-9-22ના રોજ પતિ દેવાંગભાઈએ
યુવતિના પિતાને ફોન સંપર્ક કરીને મેરેજની
જાણ કરી હતી.પરંતુ આ લગ્નને સ્વીકારવાનો તેમને ઈન્કાર કરીને પોતાની પુત્રીને
ગેરકાયદે ગોંધી રાખી હતી.જેથી પતિ દેવાંગભાઈએ સસરાના ગેરકાયદે ગોંધી રાખવામાં
આવેલી પત્નીનો સર્ચ વોરંટથી કબજો અપાવવા કોર્ટમાં સીઆરપીસી-
97 મુજબની અરજી કરી હતી.જેથી કોર્ટની નોટીસના પગલે પોતાના પિતા સાથે યુવતિએ
કોર્ટ સમક્ષ હાજર રહીને સર્ચવોરંટની અરજીમાં કરેલા આક્ષેપોને નકારી કાઢીને પોતાને
સ્વૈચ્છાએ પોતાના પિતા સાથે રહેતી હોવાનું કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતુ.જેથી
કોર્ટે બંને યુવક-યુવતિના લગ્ન થયા હોવાની હકીકતને માન્ય રાખી હતી.પરંતુ પુખ્ત
વયની યુવતિએ કોર્ટ સમક્ષ આવીને કરેલા પિતાએ ગેરકાયદે ગોંધી રાખવામાં આવી નથી પરંતુ
પોતે સ્વૈચ્છાએ રહેતી હોવાનું જણાવ્યુ ંહતુ.જેથી કોર્ટે સીઆરપીસી-
97 હેઠળ પતિએ પત્નીનો કબજો માંગતી અરજીને ડીસમીસ કરતો હુકમ કર્યો છે.



Source link

Leave a Comment