સાઉદી અરબમાં 10 દિવસમાં પાકિસ્તાનના 3 સહિત 15 લોકોના માથાં ધડથી અલગ કરાયા



આકરી સજા માટે જાણીતા દેશ સાઉદી અરેબિયાની સરકારનો કડક નિર્ણય

સાઉદી અરેબિયા સરકારે માર્ચમાં 81 લોકોને મૃત્યુદંડની સજા આપી હતી

રિયાધ,તા.22 નવેમ્બર-2022, મંગળવાર

આકરી સજા માટે જાણિતા સાઉદી અરેબિયામાંથી ખૌફનાક સમાચાર સામે આવ્યા. સાઉદી અરબ સરકારે 10 દિવસમાં 15 લોકોના માથા ધડથી અલગ કરી દીધા છે. આમાંથી કેટલાક લોકોનું માથું તલવારથી વાઢી નખાયું. આ દેશના કડક નિયમો અને કાયદાઓ એટલા ખતરનાક છે કે, કોઈપણ વ્યક્તિને છોડવામાં આવતો નથી. સાઉદી અરેબિયા સરકારે આ ફાંસીની ઘટનાઓ સાથે જ વર્ષ 2022માં કુલ 144 લોકોને ફાંસી આપી છે.

મોટાભાગે પ્રવાસીઓને જ સજા અપાઈ

અંગ્રેજી અખબાર ટેલિગ્રાફ અનુસાર સાઉદી અરેબિયામાં જે 15 લોકોના માથાં ધડથી અલગ કરાયા તેમાંથી મોટાભાગના લોકો વિદેશી છે. આ 15 લોકોમાં 3 પાકિસ્તાનના, 4 સીરિયાના અને 2 જોર્ડનના છે. આ તમામ લોકોમાં 3 સાઉદી નાગરિકો પણ છે. તમામ પર ડ્રગ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો, જેના કારણે તેમને મૃત્યુદંડની સજા અપાઈ હતી.

માર્ચમાં 81 લોકોનો મૃત્યુદંડની સજા ફટકારાઈ

સાઉદી અરેબિયા સરકારે માર્ચ મહિનામાં 81 લોકોને દર્દનાક મૃત્યુદંડનો આદેશ આપ્યો હતો. આ 81 લોકોમાં ઘણા ઉગ્રવાદી સંગઠન સાથે પણ જોડાયેલા હતા. સાઉદી અરબના મોર્ડન ઈતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. સાઉદી સરકારે વર્ષ 2018માં આ પ્રકારની સજામાં ઘટાડો કરવાનો પણ નિર્ણય કર્યો હતો.





Source link

Leave a Comment