સિંગતેલ, કપાસિયા તથા વિવિધ આયાતી ખાધતેલોમાં નીચા મથાળેથી પીછેહટ


- સૌરાષ્ટ્રના બજારોમાં વિવિધ ખાધતેલોના ભાવમાં ઘટાડો

મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાધતેલોના ભાવ ઘટાડા પર રહ્યા હતા. સૌરાષ્ટ્રના સમાચાર પીછેહટ બતાવતા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી સાંકડી વધઘટ વચ્ચે જોકે ધીમો સુધારો બતાવતા હતા.

સૌરાષ્ટ્રમાં ભાવ ઘટી સિંગતેલના રૂ.૧૪૯૦ થી ૧૫૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨૩૯૦ તથા કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૧૨૩૫થી ૧૨૪૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોદીઠ ભાવ ઘટી સિંગતેલના રૂ.૧૫૨૫ તથા કપાસિયા તેલના રૂ.૧૩૧૦ રહ્યા હતા.

જ્યારે આયાતી પામતેલના ભાવ ઘટી ૯૪૫થી ૯૫૦ રહ્યા હતા. આયાતી પામતેલમાં આજે વિવિધ ડિલીવરી માટે રૂ.૯૪૫થી ૯૫૦માં મળીને ૨૫૦થી ૩૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૬૦ બોલાતા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૨૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૩૦ રહ્યાહતા. સનફલાવરના ભાવ ઘટી રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૫૦ રહ્યા હતા.

એરંડા વાયદાના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા જોવામળ્યા હતા. મોડી સાંજે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૧૨૨૫થી ૧૨૩૦ રહ્યા હતા.



Source link

Leave a Comment