સેન્સેક્સ 92 પોઈન્ટ વધીને 61510


મુંબઈ : ચાઈનામાં કોરોનાના કેસો રેકોર્ડ લેવલે પહોંચતાં બેઈજીંગમાં લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાતાં વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતીય શેર બજારોમાં આજે બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં લોકલ ફંડોના આકર્ષણે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ચાઈનાના નેગેટીવ સમાચાર સામે અમેરિકામાં ક્રુડનો સ્ટોક ઘટતાં અનને રશિયાનો પુરવઠો અનિશ્ચિત બનતાં ક્રુડ ઓઈલના ભાવ ઉંચકાઈ આવ્યા સાથે એશીયાના બજારોમાં આજે મજબૂતી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે પીએસયુ કંપનીઓ અને ફર્ટિલાઈઝર શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. જ્યારે પસંદગીના ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પરંતુ ઉછાળે ફરી સાવચેતીમાં ફંડોએ તેજીનો મોટો વેપાર લેવાથી દૂર રહી ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં આરંભિક મોટો ઉછાળો ધોવાયો હતો. સેન્સેક્સ અંતે ૯૧.૬૨ પોઈન્ટ વધીને ૬૧૫૧૦.૫૮ અને નિફટી સ્પોટ ૨૩.૦૫ પોઈન્ટ વધીને ૧૮૨૬૭.૨૫ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૩૨૪ પોઈન્ટ વધ્યો : ફેડરલ બેંક, સ્ટેટ બેંક, બીઓબી, કોટક બેંક, બંધન બેંકમાં તેજી

બેંકિંગ શેરોમાં લોકલ ફંડોની વ્યાપક ખરીદી નીકળતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૩.૫૬ પોઈન્ટ વધીને ૪૮૮૨૭.૨૫ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૩૪.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૬૫ વધીને રૂ.૬૦૭.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૨ વધીને રૂ.૧૬૮.૮૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૬.૧૫ વધીને રૂ.૬૨૩.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૮૫ વધીને રૂ.૧૯૫૩.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૧૫ વધીને રૂ.૯૨૭ રહ્યા હતા.

ફાઈનાન્સ શેરોમાં તેજી ફિનો પેમેન્ટ્સ રૂ.૩૮ વધીને રૂ.૨૩૦ : એડલવેઈઝ, હુડકો, પીએનબી ઉછળ્યા

ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં પણ આજે ફંડો, મહારથીઓએ મોટાપાયે ખરીદી કરી હતી. ફિનો પેમેન્ટ્સ રૂ.૩૮.૪૫ વધીને રૂ.૨૩૦.૭૦, એડલવેઈઝ રૂ.૩.૭૫ વધીને રૂ.૬૩.૫૦, હુડકો રૂ.૨.૬૦ વધીને રૂ.૫૦.૮૦, સેન્ટ્રમ કેપિટલ રૂ.૧.૨૫ વધીને રૂ.૨૪.૭૦, પીએનબી રૂ.૨.૨૦ વધીને રૂ.૫૦.૩૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૩૫.૮૫ વધીને રૂ.૮૪૧, રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૭.૨૫ વધીને રૂ.૧૭૫.૬૦, ઈક્વિટાસ હોલ્ડિંગ રૂ.૪.૨૦ વધીને રૂ.૧૦૬.૮૫, ઉજ્જિવન સ્મોલ રૂ.૧ વધીને રૂ.૨૮.૬૦, ઉજ્જિવન ફાઈનાન્શિયલ રૂ.૮.૯૫ વધીને રૂ.૩૦૭.૪૦, કેન ફિન હોમ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૫૨૬.૫૦, એમસીએક્સ ઈન્ડિયા રૂ.૨૯.૩૫ વધીને રૂ.૧૫૩૫.૦૫, કેનેરા બેંક રૂ.૬.૪૫ વધીને રૂ.૩૨૫, આઈઆઈએફએલ ફાઈનાન્સ રૂ.૬.૮૦ વધીને રૂ.૪૬૯.૭૫ રહ્યા હતા.

મેટલ શેરોમાં મજબૂતી : જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, નાલ્કો, હિન્દાલ્કો, ટાટા સ્ટીલમાં ફંડોનું આકર્ષણ

સ્ટીલની નિકાસ પરની ડયુટીને નાબૂદ કરવામાં આવતાં ફંડોનું મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૭૨૦.૨૦, સેઈલ ૯૦ પૈસા વધીને રૂ.૮૩.૧૫, નાલ્કો રૂ.૭૪.૩૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૫૦ વધીને રૂ.૨૩૦.૬૦, હિન્દાલ્કો રૂ.૨.૧૦ વધીને રૂ.૪૩૩.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧૦૫.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧.૮૫ વધીને રૂ.૫૨૫.૪૫ રહ્યા હતા. વેદાન્તામાં શેર દીઠ રૂ.૧૭.૫૦ ત્રીજું ઈન્ટરીમ ડિવિડન્ડ જાહેર થયા બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગે રૂ.૨.૨૦ ઘટીને રૂ.૩૦૭.૮૫ રહ્યો હતો.

પેટીએમ વધુ તૂટીને રૂ.૪૪૦નું તળીયું બનાવી અંતે ઘટીને રૂ.૪૫૨ : ન્યુ એજ ટેક શેરોમાં સતત ધોવાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસમાં જિઓ પ્લેટફોર્મ થકી પ્રવેશ અને આ માટે રિલાયન્સ દ્વારા ફાઈનાન્શિયલ બિઝનેસની કંપની ડિમર્જ કરી લિસ્ટ કરવાનું અગાઉ બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કરતાં સમયે જાહેર કર્યું હોઈ મેક્વાયર દ્વારા રિલાયન્સની એન્ટ્રીથી પેટીએમ-વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડના બિઝનેસને મોટો ફટકો પડવાનો અહેવાલની સતત બીજા દિવસે નેગેટીવ અસરે પેટીએમનો શેર આજે રૂ.૪૪૦.૩૫નું નવું તળીયું બનાવી અંતે રૂ.૨૪.૮૦ એટલે કે ૫.૨૦ ટકા ઘટીને રૂ.૪૫૨.૩૦ રહ્યો હતો. આ સાથે અન્ય ન્યુ એજ ટેકનોલોજી શેરોમાં પણ સતત વેચવાલી રહી હતી.

પીએસયુ, ફર્ટિલાઈઝર શેરોમાં તેજી : આરસીએફ, જીએસએફસી, નેશનલ, રેલટેલ, રેલ વિકાસ ઉછળ્યા

પીએસયુ-જાહેર સાહસોના શેરોમાં અને ફર્ટિલાઈઝર કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. આરસીએફ રૂ.૧૨.૧૫ ઉછળીને રૂ.૧૧૬.૪૦, નેશનલ ફર્ટિલાઈઝર રૂ.૪.૯૫ વધીને રૂ.૫૬.૪૫, જીએસએફસી રૂ.૮.૩૦ વધીને રૂ.૧૨૯, જીએનએફસી રૂ.૩૨.૧૫ વધીને રૂ.૬૨૩.૯૫, ચંબલ ફર્ટિલાઈઝર રૂ.૧૨.૩૦ વધીને રૂ.૨૯૭.૧૫ રહ્યા હતા. આ સાથે અન્ય પીએસયુ કંપનીઓના શેરોમાં રેલટેલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૪૩.૬૦, રેલ વિકાસ નિગમ રૂ.૫.૭૫ વધીને રૂ.૬૩.૭૦, ઈરકોન રૂ.૪.૬૦ વધીને રૂ.૬૧.૫૫, હુડકો રૂ.૨.૬૦ વધીને રૂ.૫૦.૮૦, એમએમટીસી રૂ.૨.૧૦ વધીને રૂ.૩૭.૫૦, એમટીએનએલ રૂ.૧.૫૦ વધીને રૂ.૨૨.૮૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં છેતરામણાં ફૂંફાળા : ઉછાળે ફંડોનું ઓફલોડિંગ : ૧૮૫૦ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલાડીઓ વેલ્યુબાઈંગ કરતાં હોય એમ સિલેક્ટિવ શેરોમાં છેતરામણાં ફૂંફાળા આપતાં ઉછાળા બતાવાયા હતા. જેના પરિણામે માર્કેટબ્રેડથ આજે આંશિક પોઝિટીવ બની હતી. અલબત ફંડો, ખેલાડીઓએ આ છેતરામણાં ફૂંફાળા બતાવી દરેક ઉછાળે શેરોમાં વેચવાલી કરી રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૦ અને ઘટનારની સંખ્યા ૧૬૪૭ રહી હતી.

FPI/FIIની કેશમાં રૂ.૭૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૯૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૨૩૧.૧૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૦૨૦.૯૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૧૩.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૬૧૨૩.૯૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૧૦.૨૩ કરોડની વેચવાલી થઈ હતી.



Source link

Leave a Comment