બેંકિંગ-એફએમસીજી-ઓટો વિનર : આઈટી શેરો સૌથી વધુ લુઝર
મુંબઈ : ભારતીય શેર બજારોમાં આજે નવો ઈતિહાસ રચાયો છે. વિશ્વ અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આ ઐતિહાસિક ટોચને પાર કરવાની ૧૩ મહિનાની સફરમાં સેન્સેક્સ જે ૧૯,ઓકટોબર ૨૦૨૧ના ૬૨૨૪૫.૪૩ની અગાઉની વિક્રમી ટોચને પાર કરીને આજે ૬૨૪૧૨નો નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ સર્જયો છે.
આ ૧૩ મહિનાની સફરમાં એક તરફ આઈટી જાયન્ટ વિપ્રો લિમિટેડના શેરનો ભાવ ૪૪ ટકાથી વધુ તૂટયો છે. જ્યારે એફએમસીજી જાયન્ટ આઈટીસી લિમિટેડના શેરનો ભાવ આ સમયગાળામાં ૩૮ ટકાથી વધુ વધ્યો છે.
આમ બેંકિંગ, એફએમસીજી, ઓટો શેરો આ સફરમાં સર્વાધિક વિનર રહ્યા છે, તો આઈટી શેરો સૌથી વધુ લુઝર રહ્યા છે. અલબત બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ આ સમયગાળામાં રૂ.૨૭૧.૪૨ લાખ કરોડથી રૂ.૧૨.૨૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૩.૭૦ લાખ કરોડ પહોંચ્યું છે. જે ૧૩,સપ્ટેમ્બર ૨૦૨૨ના રૂ.૨૮૬.૭૧ લાખ કરોડ સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યું હતું.
કોરોના મહામારી બાદ યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય-પુરવઠાની ચેઈનના પરિણામે ફાટમફાટમ ફુગાવા-મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરવાની ફરજ પડી છે.
પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રને અડીખમ રાખવામાં સરકારની વિદેશ અને આર્થિક નીતિના સમન્વય સાથે ઘર આંગણે પુરવઠા સ્થિતિ જળવાઈ રહે એ માટે લેવાયેલા પગલાંથી પરિસ્થિતિ અંકુશમાં રહેતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ), વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે પાછલા મહિનાઓમાં શેરોમાં નેટ વેચવાલ બન્યા હતા એ ફરી ખરીદદાર બન્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદીના જોરે સેન્સેક્સે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો છે.
૧૩ મહિનાની આ વિક્રમી ઊંચાઈની સફરમાં આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સૌથી વધુ ધોવાણ થયું છે. જેમાં વિપ્રો સર્વાધિક ૪૪.૦૬ ટકા ઘટી આવ્યા બાદ ટેક મહિન્દ્રા ૩૦.૫૪ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય ટાટા સ્ટીલમાં ૨૨.૮૮ ટકાનો ઘટાડો અને બજાજ ફિનસર્વ ૧૪.૨૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૧૨.૩૯ ટકા, ઈન્ફોસીસ ૧૦.૫૨ ટકા ઘટયા છે.
જ્યારે આ સમયગાળામાં સેન્સેક્સની ગત વિક્રમી ટોચ સમયે શેરોના બંધ ભાવથી આજના બંધ મુજબઆઈટીસી સર્વાધિક ૩૮.૧૯ ટકા વધ્યો છે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩૬.૭૪ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૨૫.૪૫ ટકા, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ ૨૪.૯૫ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૨૪.૭૫ ટકા વધ્યા છે.
આગેવાન શેરોમાં જોવાયેલી ઊંચી વધઘટ
કંપનીનું નામ |
૨૪,નવેમ્બર |
૧૯,ઓકટો. |
વધારો/ઘટાડા |
- |
૨૦૨૨ |
૨૦૨૧ |
(ટકામાં) |
આઈટીસી લિ. |
રૃ.૩૪૦.૧૦ |
રૃ.૨૪૬.૧૦ |
૩૮.૧૯% |
મહિન્દ્રા |
રૃ.૧૨૫૪.૦૫ |
રૃ.૯૧૭.૦૫ |
૩૬.૭૪% |
ૈંભૈંભૈં બેંક |
રૃ.૯૩૭.૪૦ |
૭૪૭.૨૦ |
૨૫.૪૫% |
સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ |
રૃ.૧૦૩૩.૮૫ |
રૃ.૮૨૭.૩૫ |
૨૪.૯૫% |
જીમ્ૈં-સ્ટેટ |
રૃ.૬૦૯.૩૫ |
રૃ.૪૮૮.૪૫ |
૨૪.૭૫% |
ભારતી એરટેલ |
રૃ.૮૪૭.૫૦ |
રૃ.૬૮૧.૦૦ |
૨૪.૪૪% |
મારૃતી સુઝુકી |
રૃ.૮૯૫૧.૯૫ |
રૃ.૭૬૫૩.૨૦ |
૧૬.૯૭% |
એનટીપીસી લિ. |
રૃ.૧૬૯.૩૫ |
રૃ.૧૪૯.૬૫ |
૧૩.૧૬% |
લાર્સન એન્ડ |
રૃ.૨૦૫૪.૨૦ |
રૃ.૧૮૪૬.૪૦ |
૧૧.૨૫% |
પાવર ગ્રીડ |
રૃ.૨૨૦.૬૫ |
રૃ.૧૯૮.૫૦ |
૧૧.૧૫% |
એક્સિસ બેંક |
રૃ.૮૭૯.૦૦ |
રૃ.૮૦૧.૩૫ |
૯.૬૮% |
ટાઈટન કંપની |
રૃ.૨૬૧૦.૮૦ |
રૃ.૨૪૮૬.૨૦ |
૫.૦૧% |
નેસ્લે |
રૃ.૧૯૮૩૮.૯૦ |
રૃ.૧૯૩૭૭.૫૦ |
૨.૩૮% |
હિન્દુસ્તાન |
રૃ.૨૫૪૭.૪૫ |
રૃ.૨૫૪૬.૪૫ |
૦.૦૩% |
ઇન્ડસઈન્ડ |
રૃ.૧૧૭૫.૦૦ |
રૃ.૧૧૯૪.૪૫ |
-૧.૬૨% |
એશીયન પેઈન્ટસ |
રૃ.૩૧૧૪.૮૫ |
રૃ.૩૧૮૪.૦૫ |
-૨.૧૭ |
એચડીએફસી બેંક |
રૃ.૧૬૨૫.૯૦ |
રૃ.૧૬૮૮.૯૫ |
-૩.૭૩% |
કોટક |
રૃ.૧૯૫૧.૫૫ |
રૃ.૨૦૩૫.૩૫ |
-૪.૧૧% |
અલ્ટ્રાટેક |
રૃ.૬૮૬૪.૮૫ |
રૃ.૭૧૭૪.૯૦ |
-૪.૩૨% |
એચડીએફસી લિ. |
રૃ.૨૬૮૯.૯૦ |
રૃ.૨૮૨૧.૭૫ |
-૪.૬૭% |
રિલાયન્સ |
રૃ.૨૫૮૨.૫૫ |
રૃ.૨૭૩૧.૫૦ |
-૫.૪૫% |
ટીસીએસ લિ. |
રૃ.૩૩૭૮.૫૦ |
રૃ.૩૬૩૪.૬૦ |
-૭.૦૪% |
ડો.રેડ્ડીઝ |
રૃ.૪૪૧૫.૦૫ |
રૃ.૪૮૦૦.૪૫ |
-૮.૦૨% |
એચસીએલ ટેકનો |
રૃ.૧૧૩૦.૯૦ |
રૃ.૧૨૩૧.૮૫ |
-૮.૧૯% |
ઇન્ફોસીસ લિ. |
રૃ.૧૬૨૯.૮૦ |
રૃ.૧૮૨૧.૪૫ |
-૧૦.૫૨% |
બજાજ ફાઈનાન્સ |
રૃ.૬૭૭૨.૫૫ |
રૃ.૭૭૩૦.૯૫ |
-૧૨.૩૯% |
બજાજ ફિનસર્વ |
રૃ.૧૬૩૪.૧૫ |
રૃ.૧૯૦૫.૪૦ |
-૧૪.૨૩% |
ટાટા સ્ટીલ |
રૃ.૧૦૫.૪૫ |
રૃ.૧૩૬.૭૫ |
-૨૨.૮૮% |
ટેક મહિન્દ્રા |
રૃ.૧૦૬૯.૧૫ |
રૃ.૧૫૩૯.૨૫ |
-૩૦.૫૪% |
વિપ્રો |
રૃ.૩૯૮.૦૫ |
રૃ.૭૧૧.૬૫ |
-૪૪.૦૬% |