હાઈકોર્ટના જજીસ રહે છે તેવા જજીસ બંગલા વિસ્તારના રહીશોની પશુ પકડવા મ્યુ.કમિશનરને રજૂઆત


જજીસ બંગલા સામેની ગલીના ખુલ્લા પ્લોટમા રાતના સમયે પશુ છોડી મુકાય છે,હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પણ પત્ર લખાયો


અમદાવાદ,મંગળવાર,22
નવેમ્બર,2022

અમદાવાદમા જાહેર માર્ગો ઉપરથી રખડતા પશુના ત્રાસને અંકુશમા
લેવા હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક આદેશ કરવામા આવ્યો છે.આમ છતાં
શહેરમા રખડતા પશુઓની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે.જજીસ બંગલા વિસ્તારની સામેની
ગલીના ખુલ્લા પ્લોટમા રાત્રિના સમયે બાંધી રાખવામા આવતા પશુઓ રોડ ઉપર છોડવામા આવતા
હોવાથી સ્થાનિક રહીશો ભયભીત બનતા રખડતા પશુઓ પકડવા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પણ પત્ર લખી રખડતા પશુઓના ત્રાસમાંથી મુકિત અપાવવા
રજૂઆત કરવામા આવી છે.હાઈકોર્ટના જજીસ રહે છે તેવા વિસ્તારમા જ જો આ પરિસ્થિતિ હોય
તો અન્ય વિસ્તારની પરિસ્થિતિની તો માત્ર કલ્પના જ કરવી રહી.

ગુજરાત હાઈકોર્ટના જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓ પકડવાને લઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામા આવેલા આદેશ બાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ત્રણ
શિફટમા શહેરના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમા રાઉન્ડ ધ કલોક રખડતા પશુઓ પકડવામા
આવતા હોવાનો દાવો કરવામા આવી રહયો છે.બીજી
તરફ શહેરના બોડકદેવ વોર્ડમા આવેલા જજીસ બંગલા વિસ્તારમા આવેલી વિવિધ સોસાયટીઓ અને
એપાર્ટમેન્ટના રહીશો જયા હાઈકોર્ટના જજીસના નિવાસ સ્થાન આવેલા છે તેવા વિસ્તારના
એક પ્લોટમા દિવસના સમયે બાંધી રાખવામા આવતા પશુઓને રાતના સમયે છોડી મુકવામા આવતા
હોવાથી ભયભીત બન્યા છે.રોડ ઉપર છોડી મુકવામા આવતા પશુઓના ત્રાસમાંથી મુકિત અપાવવા
ઉત્તર-પશ્ચિમ ઝોનના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને
રજૂઆત કરી હતી.આ વિસ્તારમા આવેલા ખુલ્લા પ્લોટમા આ પ્લોટની સાચવણી કરતા સિકયુરીટીએ
અલગ અલગ લોકોને ઢોર રાખવા જગ્યા ફાળવી આપી છે.આ ઢોરને રાતના સમયે છોડવામા આવતા
હોવાથી રાતના સમયે ચાલવા નીકળતા વૃધ્ધોને અડફેટમા લેવાના બનાવ બનવા પામે
છે.મ્યુનિ.ના આ બંને અધિકારીઓએ સ્થાનિક રહીશોને ૧૫૫૩૦૩ ઉપર ઓનલાઈન ફરિયાદ કરવાની
સુચના આપી હતી.આ નંબર ઉપર ફરિયાદ કર્યા બાદ ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી દેવામા આવે
છે.

ફરિયાદ કરીએ તો અધિકારીઓ સામેનાને જાણ કરી દે છે

સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને
કરેલી લેખિત રજૂઆત મુજબ
,જયારે પણ
તેઓ રખડતા પશુઓને પકડવા ફરિયાદ કરે છે તો મ્યુનિ.ના અધિકારીઓ જ સામેનાને જાણ કરી દે
છે.આ ઢોર રાખતા ઈસમો માથાભારે હોવાથી અમને ડર લાગી રહયો છે.

બોડકદેવ વોર્ડના કોર્પોરેટરો પણ સાંભળતા નથી

જજીસ બંગલા રોડ ઉપર રહેતા સ્થાનિકો દ્વારા રખડતા ઢોર મામલે
બોડકદેવ વોર્ડના તમામ કોર્પોરેટરોને પણ રજૂઆત કરી હતી.આમ છતાં કોર્પોરેટરોએ તેમની
રજૂઆત ના સાંભળતા આખરે તેમને મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ
સમક્ષ રજૂઆત કરવી પડી છે.

મેમનગર,ઘાટલોડીયા,ભૂયંગદેવ
વિસ્તારમા રખડતા ઢોરનો ત્રાસ યથાવત

શહેરના મેમનગર ઉપરાંત ઘાટલોડીયા વિસ્તારમા દિવ્યપથ હાઈસ્કૂલ
વાળા રોડ ઉપરના ગોકુળના સર્કલથી લઈ પટેલ કન્યા છાત્રાલય સુધીના પટ્ટામાં ખુલ્લા
પ્લોટમા રોજના પચાસથીવધુ પશુઓ રખડતા હોય છે.ભૂયંગદેવ
,ચાણકયપુરી, ચાંદલોડીયા અને
રન્નાપાર્ક વિસ્તારમા પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહયો છે.



Source link

Leave a Comment