આઠ હજારથી વધુ પાણી ભરેલા પાત્રમાં મચ્છરના પોરા મળી આવતા સ્થળ ઉપર જ પોરાનો નાશ કરવામા આવ્યો
અમદાવાદ,બુધવાર,23
નવેમ્બર,2022
અમદાવાદમા ધીમા પગલે ઠંડીની શરુઆત થવાની સાથે મ્યુનિસિપલ
કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ મચ્છરના સંક્રમણને લઈ તપાસ
શરુ કરવામા આવી છે.અમદાવાદ પૂર્વના ચાર ઝોનના ૯૯ હજારથી વધુ ઘરમા મચ્છરનુ સંક્રમણ
જોવા મળતા આઠ હજારથી વધુ પાણી ભરેલા પાત્ર સ્થળ ઉપર જ ખાલી કરાવીને મચ્છરના પોરાનો
નાશ કરવામા આવ્યો છે.
ઓકટોબરથી જાન્યુઆરી મહિના સુધીનો સમય ડેન્ગ્યૂ રોગના
સંક્રમણમા વધારો થવાનો સમય માનવામા આવે છે.આ સમયમા માદા એડીસ મચ્છરમા ટ્રાન્સ
ઓવેરીયન ટ્રાન્સમિશન જોવા મળે છે.એક ચેપી માદા એડીસ મચ્છર જે ઈંડા મુકે એ જ
ઈંડામાંથી અન્ય ચેપી મચ્છર ઉતપન્ન થતા હોય છે.અમદાવાદ પૂર્વમા આવેલા ચાર ઝોન કે
જેમા મધ્ય ઉપરાંત ઉત્તર,દક્ષિણ
અને પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે આ તમામ ઝોનમા મચ્છરના સંક્રમણની સ્થિતિને લઈ સર્વે
અને મચ્છરનાશક કામગીરી કરવામા આવી હતી.શહેરમા મચ્છરના વધતા જતા સંક્રમણની સ્થિતિમા
ઘર દીઠ વાઈરલ ફીવર ઉપરાંત મેલેરિયા,ડેન્ગ્યૂ
ઉપરાંત ચિકનગુનિયા સહિતના રોગના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.આ સ્થિતિમા
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એલ.જી.હોસ્પિટલ ઉપરાંત શારદાબહેન હોસ્પિટલમા
ચલાવવામા આવતી ઓ.પી.ડી.મા સારવાર અને નિદાન માટે આવતા દર્દીઓની સંખ્યામા પણ વધારો
થવા પામ્યો છે.
કયા ઝોનમા મચ્છરના સંક્રમણની સ્થિતિ શું છે?
ઝોન તપાસેલ કુલ ઘર ખાલી કરાવેલ પાત્ર
મધ્ય ૧૭૭૨૩ ૧૯૭૭
ઉત્તર ૨૬૬૧૮ ૧૬૨૨
દક્ષિણ ૧૮૬૧૨ ૧૪૮૬
પૂર્વ ૩૬૩૬૯ ૩૮૦૯
કુલ ૯૯૩૨૨ ૮૮૯૪