“એક યોદ્ધા છે તમારી પાસે …” ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચનું કોહલી અંગે વિરાટ નિવેદન


નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રણ T20 મેચોની હોમ સિરીઝ 20 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ માટે બંને ટીમો મોહાલી પહોંચી ગઈ છે અને જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ T20 મેચ પહેલા આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી.

ફિન્ચે કહ્યું કે ભારત પાસે વિરાટના રૂપમાં ખુબ જ બહાદુર ખેલાડીઓ હાજર છે. ફિન્ચે એમ પણ કહ્યું કે “ભારત પાસે એક યોદ્ધા છે.” છેલ્લા 15 વર્ષોમાં તેણે તે પુરવાર કર્યું છે કે તે વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક છે અને T20 ક્રિકેટમાં તેની રમતમાં સુધારો કર્યો છે.

આ પણ વાંચો- વિરાટ-હાર્દિકના ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી દીધી ધૂમ, કરોડો ચાહકોએ જોયો

વિરાટનો સામનો કરવા માટે ખાસ તૈયારી કરવી પડશે

ફિચે એમ પણ કહ્યું કે જ્યારે પણ તમારે વિરાટનો સામનો કરવો હોય ત્યારે તમારે ખૂબ સારી તૈયારી કરવી પડે છે. તે સુપર છે, 71 આંતરરાષ્ટ્રીય સદી, તે ખરેખર અવિશ્વસનીય છે. જ્યારે મીડિયાએ તેને ફિન્ચના ફોર્મ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે મને લાગે છે કે થોડા સમયથી તે ટીકાકારો અથવા તેની વિરુદ્ધ બોલનારાઓ સાથે સહજ થઈ ગયો છે.

તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, મને લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી ટી-20 ક્રિકેટમાં મારું ફોર્મ ઘણું સારું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન T20 ટીમના કેપ્ટને કહ્યું કે તમારે ODI અને T20 ફોર્મેટના ફોર્મને અલગ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે એરોન ફિન્ચે હાલમાં જ ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને હવે તે માત્ર ઓસ્ટ્રેલિયાની T20 ટીમનો કેપ્ટન છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Virat kohli record, વિરાટ કોહલી



Source link

Leave a Comment