હવે એક્ટ્રેસની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે. આ ખબરથી ચાહકો ચકિત થયા છે. માનુષીના જીવનમાં એક વ્યક્તિની એન્ટ્રી થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવે છે કે માનુષી ઉદ્યોગપતિ નિખિલ કામથ સાથે રિલેશનમાં છે અને બંને ગુપ્ત રીતે તેમના સંબંધોને આગળ ધપાવી રહ્યા છે.
આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ
Table of Contents
માનુષી છિલ્લર રિલેશનશિપમાં!
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માનુષી છિલ્લર અને નિખિલ વર્ષ 2021થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને પોતાના સંબંધને લઈને ઘણા ગંભીર છે. આ કારણે બંને લિવ ઇન રિલેશનશિપમાં છે. તે ઘણીવાર તેના બોયફ્રેન્ડ સાથે વેકેશન પર પણ જાય છે.
રિપોર્ટમાં વધુમાં ખુલાસો થયો છે કે, માનુષી અત્યારે પોતાનું ધ્યાન કારકિર્દી પર કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી જ તે તેના અને નિખિલના સંબંધોને સાર્વજનિક નથી કરી રહી. જો કે, અભિનેત્રીના પ્રેમ સંબંધો અંગે તેના પરિવાર અને કેટલાક નજીકના લોકો જાણે છે.
આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો
કોણ છે નિખિલ કામથ?
નિખિલ કામથ જાણીતા બિઝનેસમેન છે અને માનુષી પહેલા પણ તેમના જીવનમાં એક સ્ત્રી હતી. નિખિલે 18 એપ્રિલ, 2019ના રોજ અમાંડા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઇટાલીના ફ્લોરેન્સમાં શાનદાર રીતે લગ્ન કર્યા હતા, જેમાં કેટલાક નજીકના લોકોએ હાજરી આપી હતી. જો કે, તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંને એક વર્ષમાં જ અલગ થઈ ગયા અને 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા.
બોલિવૂડમાં માનુષીની કારકિર્દી
થોડા સમય પહેલા જ માનુષીએ અક્ષય કુમારની સાથે ‘સમ્રાટ પૃથ્વીરાજ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ નીવડી હતી અને બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. બીજી તરફ તાજેતરમાં જ માનુષી છિલ્લર દુબઈમાં યોજાયેલા ‘ફિલ્મફેર મિડલ ઇસ્ટ એવોર્ડ ફંક્શન’માં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. તે નજીકના સમયમાં મોટા પ્રોજેક્ટમાં જોવા મળે તેવી અપેક્ષા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood News in Gujarati, Business news, Manushi Chhillar