હિમાચલ પ્રદેશમાંથી લાવેલ આયુર્વેદિક દવાઓનું ભરૂચમાં વેચાણ કરવામાં આવી રહ્યુ છે.
હિમાચલ પ્રદેશમાંથી વાહનો લઈ કેટલાક વેદો આયુર્વેદ દવાઓ નળી જોઈને આપી રોગ મટાડવા દેશના ખૂણે ખૂણે આવી રહ્યા છે તેમના રાહુલ સિંઘ ભરૂચ શહેરના મામલતદાર કચેરી પાસે વાહન લઈ ડેરો નાખ્યો છે અને તેઓ સ્ત્રી,પુરુષ અને બાળકોને નળી જોઈ આયુર્વેદિક દવાઓનું વેચાણ કરતા નજરે પડ્યા હતા.
ભરૂચના કોર્ટ રોડ સામે હનુમાન મંદિરની સામે બ્રીજની બાજુમાં શિવશકિત આયુર્વેદ જડીબુટ્ટી સ્ટોલ આવેલો છે. આ સ્ટોલ સવારે 9 કલાકથી સાંજના 7 કલાક સુધી ખુલ્લો રહે છે.
મામલતદાર વિસ્તારમાં રાહુલ સિંઘ નામના યુવક દ્વારા હિમાચલની આયુર્વેદિક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો હેલ્થ ચેકઅપ પણ રાહતદરે કરવામાં આવે છે. પેટના રોગ, હરસ મસા, ભગંદર, યુરિક એસિડ, મણકાની તકલીફ, લકવા, થાઈરોઈડ, ચર્મરોગ, સફેદ દાગ, પથરી સહિતના રોગોનું આર્યુવેદિક દવાઓનું વેચાણ કરવામાં આવે છે. 20 હજારથી વધુ ઔષધિઓના ફોર્મ્યુલાથી દવાઓ તૈયાર કરવામાં આવી છે. સાધુ સંતો તથા પૂર્વજો પાસેથી ફોર્મ્યુલા લઈને આ ઔષધિ દવાઓ તૈયાર કરવામાં આવી છે.
રામાયણમાં રાવણના પુત્ર મેઘનાથએ દિવ્ય અસ્ત્ર દ્વારા લક્ષ્મણજીને મૂર્છિત કરતા હનુમાનજી હિમાલય પર્વત ઉપરથી સંજીવની સાથે પર્વત જ લાવ્યા હતા જે રામાયણમાં ઉલ્લેખ છે. ત્યારે હિમાલય પર્વતની ગિરિમાળાને અડીને આવેલા હિમાચલ પ્રદેશ પણ જડી બુટ્ટી માટે ઓળખાય છે.
દરેક ઔષધી માટે તેઓએ જણાવ્યું હતું કે દરેક આર્યુવેદિક દવા એ ગુણવત્તા યુકત છે તો અનેક લોકો આ દવાથી સાજા થયા છે. અને કોઈ પણ આર્યુવેદિક દવાની ગેરંટી આપે છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ayurvedic Medicine, Bharuch, Local 18