પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંઘ ભાજપમાં જોડાયા – News18 Gujarati


હરિયાણાઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંઘ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંઘના રાજનૈતિક કરિયરને જોઈએ તો એવું લાગે છે કે, તેઓ એવા નેતા છે કે જે પાર્ટી સહિત ગ્રાઉન્ડ લેવલની પણ સારી પકડ ધરાવે છે. તેમના કદ સામે પાર્ટીઓ પણ વામણી સાબિત થઈ રહી છે.

બીજીવાર પોતાની પાર્ટનો અન્ય પાર્ટીમાં વિલય

ગઈ વિધાનસભા ચૂંટણી પહેલાં કોગ્રેસથી અલગ થઈને તેમણે પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારે તેમની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ને તેમણે ભાજપમાં ભેળવવાની જાહેરાત કરી છે. કેપ્ટન અમરિંદર સિંઘના રાજકીય કરિયરમાં આ બીજીવાર પોતાની પાર્ટીનો વિલય અન્ય પાર્ટીમાં કરાવી રહ્યા છે. આ પહેલાં પણ તેઓ કોંગ્રેસ સાથે આ રીતે વિલય કરી ચૂક્યાં છે.

આ પણ વાંચોઃ અમરિંદરે CM ભગવંત માનને કહ્યા રબર સ્ટેમ્પ

ચૂંટણીમાં પાર્ટીને એકપણ સીટ નહોતી મળી

કેપ્ટને અકાલી દળથી અલગ થઈને શિરોમણી અકાલી દળ નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને વર્ષ 1992માં તેને કોંગ્રેસ સાથે ભેળવી દીધો હતો. આ વખતે પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગઈ ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતુ. પાર્ટી એકપણ સીટ જીતી શકી નહોતી. ત્યાં સુધી કે તેઓ પોતાના ગઢ ગણાતા પટિયાલામાં પણ હારી ગયા હતા.

હું ફોજી છું, મેદાન છોડતો નથીઃ કેપ્ટન અમરિંદર સિંઘ

કેપ્ટન અમરિંદર સિંઘે એકવાર ન્યૂઝ18 ડોટ કોમ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હું એક ફોજી છું. હું ક્યારેય મેદાન છોડતો નથી. હું લડતો જ રહું છું. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને ચૂંટણીના થોડા મહિના પહેલાં જ મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપમાં એન્ટ્રી કરી હતી અને પછી પોતાની પાર્ટી બનાવી હતી. તેઓ પોતાની દરેક રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાનો સાધે છે. ઉલ્લેખનીય છે કે, તેમણે આ હુમલામાં પણ પોતાની એક લક્ષ્મણરેખા બનાવી રાખી છે. તેમણે ક્યારેય રાહુલ અને પ્રિયંકાની ટીકા કરતી વખતે સોનિયા કે રાજીવનું નામ લીધું નથી. મહત્ત્વનું છે કે, રાજીવ ગાંધી તેમના દોસ્ત હતા.

Published by:Vivek Chudasma

First published:

Tags: BJP News, Captain Amarinder SinghSource link

Leave a Comment