પ્રધાનમંત્રી પણ અત્યારે ગુજરાતના પ્રવાસે


વડોદરા: પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવેલા છે. અત્યારે તેઓ વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે આવેલા છે. તેઓ ગુજરાતની વિવિધ વિધાનસભા બેઠક પર જઈ ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે, અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વડોદરાવાસીઓના આભાર માન્યો

પીએમ મોદીએ વડોદરામાં ભાષણ આપતી વખતે કહ્યુ કે, ‘આ વખતે ચૂંટણી ના તો નરેન્દ્ર લડે છે, કે ના તો ભૂપેન્દ્ર્. આ વખતે ચૂંટણી ગુજરાતની જનતા લડે છે.’ આ સાથે આગળ તેમમે કહ્યં કે, ‘ગુજરાતને આપણે વિશ્વના ટોચના વિકસિત દેશો જેવું બનાવાનું છે. જેના માટે તમારે ફરી એકવાર ભાજપને સત્તામાં બેસાડવાની છે.’ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની વાત કરી હતી અને વડોદરાવાસીઓના આભાર પણ માન્યો હતો.આ પણ વાંચો:  ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, કોણ જીતશે જંગ?

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

વડોદરામાં ગરબા જોવા માટે દેશવિદેશના લોકો આવ્યા હતા. અને તેમણે તેમના દેશમાં જઈને વડોદરાના ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના શાસનમાં કોઈ તહેવારોની ઉજવણી થઈ શકતી નહોતી. ત્યારે છાસવારે હુલ્લડો થતા હતા અને કોંગ્રેસ તે હુલ્લડખોરોને સાચવતી હતી. પરંતુ ભાજપના શાસનમાં કોઈ પણ વ્યક્તિએ હુલ્લડો કે કરફ્યું જોયો નથી. આ આપણી સફળતા છે. અત્યારે જ્યા પણ કોંગ્રેસનું શાસન છે ત્યા આવી જ પરિસ્થિતિ છે. પરંતુ ગુજરાતની સ્થિતિ હાલ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો: AMAમાં 26 નવેમ્બરે ફિનટેક કોન્ક્લેવ-2022નું આયોજન

ગુજરાત વિકાસના પંથે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘અત્યારે વિદેશના લોકો ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ગુજરાતને ઉદ્યોગ ક્ષેત્રે ખુબ પ્રગતી કરી છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આપણે બ્રિટનની અર્થવ્યવસ્થાને પછાડીને પાંચમી અર્થવ્યવસ્થા બની ગયા છે. વડોદરામાં હવાઈ જહાજ બનાવાના કારખાનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.’

આ પણ વાંચો: આપણે એવા CECની જરૂર છે જે PM સામે પણ પગલાં લઈ શકે: નિમણૂક પ્રક્રિયા પર SC

વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે: મોદી

વડોદરામાં પ્રધાનમંત્રીએ ભાજપ દ્વારા કરવામાં આવેલા કોમોની જાંખી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ દેશમાં આવેલા 5જીની પણ વાત કરી હતી. સાથે સાથે તેમણે ગુજરાતમાં કરવામાં આવેલા અનેક કામોની વિગતે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, ‘વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે. આજે પણ વડોદરાના જૂના લોકો મને યાદ આવે છે.’ આ સાથે પ્રધાનમંત્રીએ વડોદરાવાસીઓ પાસે પોતાની અંદાજમાં મતદાનનાં તમામ રેકોર્ડ તોડવાની વાત કરી હતી.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Vimal Prajapati

First published:

Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, Narendra modi gujarat visit, Pm modi in gujarat, Vadodara Top NewsSource link

Leave a Comment