આમ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા પાસે વિરાટના રૂપમાં ઓપનર તરીકે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. તે સાથે જ ઓપનિંગ જોડીની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જોકે આ ગરમા-ગરમ ચર્ચા વચ્ચે આપણે તે જાણી લઈએ કે ઓપનર તરીકે બેસ્ટ આંકડા ક્યા ખેલાડીના છે, વિરાટ કે પછી કેએલ રાહુલના
IND Vs AUS સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં જ દંગલ
- T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ભારતીય ટીમ 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે.
- આ સીરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે તેની અને કેએલ રાહુલની જોડી વર્લ્ડ કપમાં ઇનિંગ્સની શરૂઆત કરશે.
- આ સિવાય તેણે સ્પષ્ટતા કરી હતી કે વિરાટ કોહલીનો ત્રીજા ઓપનર તરીકે ઉપયોગ કરવામાં આવશે.
- તો આ દંગલ વચ્ચે ચાલો રાહુલ અને કોહલીની ઓપનિંગના આંકડાઓની સરખામણી કરીએ.
ટી-20 આંતરાષ્ટ્રીય મેચમાં બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે કોહલી
પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીનું ટી-20 આંતરાષ્ટ્રીય કરિયર શાનદાર રહ્યું છે. તેમણે અત્યાર સુધી 104 મેચોમાં લગભગ 52ની એવરેજ અને 138.37ની સ્ટ્રાઈક રેટથી 3,584 રન બનાવ્યા છે.
તે ઉપરાંત ટી-20 આંતરાષ્ટ્રીય મેચોમાં બીજા સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેમનાથી આગળ આ લિસ્ટમાં માત્ર રોહિત (3,620) છે. કોહલીએ અત્યાર સુધી 32 અર્ધ શતક બનાવી છે અને આ ફોર્મેટમાં કોઈપણ બેટ્સમેન કરતાં સૌથી વધારે છે.
ઓપનિંગ કરવામાં પણ સફળ રહ્યાં છે કોહલી
કોહલીએ અત્યાર સુધી માત્ર નવ ટી-20 આંતરાષ્ટ્રીય મેચમાં ઓપન કર્યું છે, જેમાં 57ની સારી એવરેજ અને 161.29ની સ્ટ્રાઈક રેટ સાથે 400 રન બનાવ્યા છે. આ વચ્ચે તેમને 48 ફોર અને 11 સિક્સ લગાવી છે.
કોહલીનો ટી-20 આંતરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર સદી પણ ઓપનિંગ કરતી વખતે જ આવી છે. તેમને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એશિયા કપ 2022માં અણનમ 122 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. કોહલીએ ઈનિંગની શરૂઆત કરતાં બે અર્ધશતક લગાવ્યા છે.
આવું છે રાહુલનું ટી-20 આંતરાષ્ટ્રીય કરિયર
વર્ષ 2016માં રાહુલે પોતાની ટી-20 આંતરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે રમતના સૌથી નાના ફોર્મેટમાં ત્રીજા સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી છે. રાહુલ અત્યાર સુધી 61 મેચમાં 39.26ની અવરેજ અને 140.91ની સ્ટ્રાઈક રેટ સાથે 1963 રન પોતાના નામે કર્યા છે. આ વચ્ચે તેને બે શતક અને 17 અર્ધશતક પણ ફટકાર્યા છે. રાહુલે પોતાના કરિયરમાં અત્યાર સુધીમાં 172 ફોર અને 79 સિક્સ લગાવી છે.
ઓપનરના રૂપમાં રાહુલનું ટી-20 આંતરાષ્ટ્રીય કરિયર
ટી-20 આંતરાષ્ટ્રીયમાં રાહુલ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાપિત ઓપનર બેટ્સમેન છે. તેમને 44 ટી-20 આંતરાષ્ટ્રીયમાં ઓપનિંગ કરી છે, જેમાં 38.10ની એવરેજ સાથે 138.79ની સ્ટ્રાઈક રેટથી 1,524 રન પોતાના નામે કર્યા છે. આ દરમિયાન ત્રણ વખત અણનમ રહ્યો છે.
રાહુલે 91ના સર્વોચ્ચ સ્કોર સાથે 16 અર્ધશતક ફટકારી છે. તો ઓપનિંગ કરતાં રાહુલે 128 ફોર અને 64 સિક્સ લગાવી છે.
રાહુલના નામે ટી-20 આંતરાષ્ટ્રીયમાં ટાર્ગેટનો પીછો કરતાં (બીજી ઈનિંગમાં) સંયુક્ત રૂપથી સૌથી વધારે બે શતક છે.
બધી જ રીતના ટી-20 ક્રિકેટમાં ઓપનરના રૂપમાં કોહલી અને રાહુલના આંકડા
કોહલીએ 349 ટી-20 મેચોમાં 10,902 રન બનાવ્યા છે. ઓપનરના રૂપમાં કોહલી 93 મેચ રમ્યા છે, જેમાં 42.23ની એવરેજ અને 137.24ની સ્ટ્રાઈક રેટ સાથે 3,372 રન બનાવ્યા છે. કોહલીએ ઓપનિંગ કરતાં પોતાના બધા છ શતક લગાવ્યા છે, જેમાં આંતરાષ્ટ્રીય એક શતક પણ સામેલ છે.
રાહુલે પોતાની ટી-20 કરિયરમાં 192 મેચોમાં 43.55ની એવરેજથી 6,490 રન બનાવ્યા છે. ઓપનરના રૂપમાં રાહુલે 47.45ની એવરેજ અને 139.81ની સ્ટ્રાઈક રેટ સાથે 5,267 રન બનાવ્યા છે.
બંને ખેલાડીઓના આંકડાના આધારે હવે તમારે નક્કી કરવાનું છે કે આ બંને ખેલાડીઓમાંથી ઓપનરના રૂપમાં કોણ શ્રેષ્ઠ છે. કેમ કે અમારા મંતવ્ય પ્રમાણે તો બંને ખેલાડીઓ શ્રેષ્ઠ છે, જેઓ પોતાની અથાગ મહેનતથી ટીમ ઈન્ડિયાને એક નવી ઉંચાઈ પર લઈ ગયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IND vs AUS, KL Rahul, Sports news, Team india, Virat kohali