શાહરૂખના લાડલા સાથે ઈલુ-ઈલું કરવા માંગે છે પાકિસ્તાની એક્ટ્રેસ! સોશિયલ મીડિયા પર કર્યું ઇઝહાર-એ-મોહબ્બત


નવી દિલ્હીઃ સજલ અલી (Sajal Ali) એક લોકપ્રિય પાકિસ્તાની અભિનેત્રી છે. તે પાકિસ્તાની ફિલ્મો અને શોમાં કામ કરે છે. હાલમાં જ સેજલે ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એક તસવીર શેર કરી છે. સેજલે બુધવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સફેદ ટી-શર્ટમાં આર્યનની જૂની તસવીર શેર કરી હતી, ફોટોમાં તે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. થ્રોબેક ફોટો શેર કરીને સજલે સ્ટાર કિડ આર્યન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

સજલે આર્યનના ફોટો પર હાર્ટ ઇમોજી શેર કર્યું અને તેની સાથે તેણે શાહરૂખ ખાન અને અનુષ્કાનું હિટ ગીત હવાઈન પણ ફોટો સાથે એડ કર્યું. સજલે 2017માં મોમ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે શ્રીદેવીની પુત્રી આર્યાના રોલમાં જોવા મળી હતી. 2020માં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ અને સહ અભિનેતા અહદ રઝા મીર સાથે અબુ ધાબીમાં લગ્ન કર્યા.

આ પણ વાંચો: અજયની ફિલ્મ Thank God ઉપર પ્રતિબંધ મૂકવાની થઇ રહી છે માંગ, જાણો કેમ

સજલ ટૂંક સમયમાં આગામી બોલિવૂડ ફિલ્મ વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટમાં જોવા મળશે. શેખર કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું પ્રીમિયર 2022 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ફિલ્મ ફેસ્ટિવલની તસવીરોનો સેટ શેર કરતાં સજલે એક પોસ્ટમાં લખ્યું હતું કે, TIFFમાં મારું ડેબ્યૂ એક સ્વપ્ન હતું. @khanjemima &@shekharkapur વિના આ શક્ય ન બની શક્યું હોત, હું પ્રેમ, પ્રશંસાથી અભિભૂત છું.

Published by:mujahid tunvar

First published:Source link

Leave a Comment