Table of Contents
મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)
જ્યારે કોઈ નવી તકને આવકારવાની વાત આવે ત્યારે તમારા ઇન્સ્ટિન્ક્ટ પર વિશ્વાસ કરો. નકારાત્મક લાગણીને ઉત્તેજિત કરી શકે તેવા અનુભવને છોડી દેવો વધુ સારું છે. તમારા દિવસને અમુક બાબતોને વધુ સારી બનાવવાની નવી તક તરીકે ગણો.
લકી સાઇન – નોવેલ
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
સિતારાઓ કોઇ જીત મળવાનો સંકેત આપી રહ્યા છે. તમારી આસપાસ ચાલી રહેલી કોઈપણ મૂંઝવણથી દૂર રહો. તમારા રોજિંદા કાર્યોને સરળ બનાવો અને તમારી પાસે વધુ સારો અભિગમ હોઈ શકે છે.
લકી સાઇન – વાઇબ્રન્ટ બેગ
મિથુન (21 મે – 21 જૂન)
તમને તમારી વાત સ્પષ્ટ રાખવા અંગે આનંદ થશે. જે તમને અન્ય લોકો તરફથી યોગ્ય આદર અને વિશ્વાસ અપાવશે. વ્યાવસાયિકો, જાહેર સેવાઓમાં રહેલા લોકો કામ પર વ્યસ્ત રહેશે.
લકી સાઇન – ઇન્ડોર પ્લાન્ટ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
જો તમારા દિવસો થોડા કંટાળાજનક પસાર થઇ રહ્યા હોય તો, તમને સોશ્યલાઇઝ કરવા માટે એનર્જી મળશે. તમારા નિર્ધારિત કાર્યો કરવાની ઇચ્છા આનંદ લાવી શકે છે. તમારા જીવનસાથીએ મૌન રહેશે અને તમે તે ચેક કરી શકો છો.
લકી સાઇન- ગ્લાસ ટેબલ
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
તમે આજે ઉદારતા અનુભવી શકો છો અને મદદનો હાથ લંબાવી શકો છો. તમારા માતાપિતા કે જેમણે શરૂઆતમાં નિરાશા વ્યક્ત કરી હતી તે હવે તમારા દૃષ્ટિકોણથી સંમત થઈ શકે છે. ધીરે ધીરે પ્રગતિ એક સારો સંકેત છે.
લકી સાઇન – રૂફટોપ
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
હાલ ડેવલપમેન્ટ વિશે શાંત રહેવું એ અન્ય લોકોને ખોટી સાઇન આપી શકે છે. આજે એક્શન અને અમલનો દિવસ છે. તમે જે આયોજન કર્યું હશે તે પૂર્ણ કરવા માટે તમને તમામ જગ્યાએથી પૂરતો ટેકો મળી શકે છે.
લકી સાઇન- પેટ શોપ
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
એનર્જી કોઇ નવા સેલિબ્રેશન તરફ ઇશારો કરી રહી છે. તમને અચાનક અને અણધારી તક મળશે. પરીવાર કે મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. થોડી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.
લકી સાઇન – સિલ્વરવેર
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
કોઇ મનદુખ તમને મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ તેમાંથી જલદી આગળ વધવું સલાહભર્યુ છે. તમને મળેલા વિકલ્પો અંગે વધારે પડતા સિલેક્ટિવ ન બનશો. નવી સ્પોર્ટ્સ એક્ટિવિટી તમને આકર્ષિત કરી શકે છે.
લકી સાઇન – બુકેટ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમારા અટવાયેલા કાર્યોમાં થોડી વૃદ્ધિ દેખાવાથી આજે નસીબ તમારો સાથ આપશ. વડીલ વ્યક્તિ કોઇ સારી સલાહ આપી શકે છે.
લકી સાઇન – ન્યૂઝપેપર
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
ટૂંકી મુસાફરી થઇ શકે છે. તમારા બોસ કે સિનિયર તમારા ખભા પર મોટી જવાબદારી સોંપી શકે છે. તમારા પાર્ટનરને પણ નાના બ્રેકની જરૂર પડી શકે છે.
લકી સાઇન – પીળો નીલમ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
નવો રોલ વધુ પ્રયાસો અને ધીરજ માંગી શકે છે. તમારું બાળક તમને અને તમારી જીવનશૈલીને અનુસરી શકે છે. કોઇના રહસ્યો સાચવી રાખવા હવે પડકાર બની શકે છે.
લકી સાઇન – બદામ કેક
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
અમુક જરૂર દસ્તાવેજી કાર્ય તમારો અડધો દિવસ લઇ શકે છે. તમને કોઇ અણધારી વ્યક્તિ પાસેથી કોલ આવી શકે છે. તમારા મિત્રો સાથે સાંજ ઘણી રસપ્રદ રહેશે. નાણાકિય બાબતો હળવાશમાં રહેશે.
લકી સાઇન – ડાયરી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aaj nu rashifal, Daily Horoscope, Horoscope