36 પુલ અસુરક્ષિત, મોરબી જેવી દુર્ઘટના ટાળવા બ્રિજ બેંક બનાવાશે


ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ ઉત્તરાખંડ સરકારે બ્રિજનું ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સૂચના પર રાજ્યના પાંચ વિસ્તારોમાં કરાયેલા સિક્યોરિટી ઓડિટમાં ઉત્તરાખંડમાં 36 પુલ ટ્રાફિક માટે અયોગ્ય જણાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ રાજ્યના 3262 માંથી 2618 બ્રિજનો સેફ્ટી ઓડિટ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે.

ANI અનુસાર, PWD વિભાગના અગ્ર સચિવ આરકે સુધાંશુએ જણાવ્યું કે સરકારને સેફ્ટી ઓડિટ રિપોર્ટ મળ્યો છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તે મુજબ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નવા પુલનું નિર્માણ અને જાળવણી સમયસર થઈ શકે તે માટે સરકાર દ્વારા બ્રિજ બેંક બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓને ત્રણ અઠવાડિયામાં ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, કારણ કે સરકાર જૂના અને જર્જરિત પુલને બદલીને નવા પુલ બનાવવાની યોજના બનાવી રહી છે. મોરબી સસ્પેન્શન બ્રિજ તૂટી પડવાને પગલે 3 નવેમ્બરના રોજ જારી કરાયેલા CMની સૂચનાના આધારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 1 ઘર, 4 ફાંસી અને 6 લાશો, ‘બુરાડી’ જેવી ભયાનક ઘટના બની

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબી શહેરમાં કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 135 લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સાથે મળીને 143 વર્ષ જૂનો મોરબી બ્રિજ તૂટી પડવાના સ્થળ પર શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તે જ સમયે, જુલાઈમાં ભારે વરસાદ દરમિયાન, ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર નારકોટા વિસ્તારમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેમાં અડધા ડઝનથી વધુ કામદારો ઘાયલ થયા હતા.

Published by:Priyanka Panchal

First published:

Tags: Bridge, Morbi hanging bridge, Uttarakhand news



Source link

Leave a Comment